Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

પાકિસ્તાન કરતા પણ ભારતની હાલત ખરાબ છે : અમેરિકી નાગરિક ત્યાં ન જાય

ભારત સાથે મિત્રતાનો દંભ કરતું અમેરિકા

વોશિંગ્ટન તા. ૯ : ભારતની સાથે મિત્રતાનો દંભ કરતું અમેરિકાની નજરમાં ભારતની સ્થિતિ પાકિસ્તાનની સ્થિતિ કરતા પણ ખરાબ છે અને તેમને દેશવાસીઓને ભારત નહી જવાની સલાહ આપી છે. અમેરિકાએ પાકિસ્તાન માટે તેમની યાત્રા પરામર્શમાં સંશોધન કર્યું છે અને ત્રીજા સ્તર પર રાખીને દેશવાસીઓને પાકિસ્તાનની 'યાત્રાની યોજના પર પુનર્વિચાર' કરવાનું કહ્યું છે. ભારત હજુ પણ યાત્રા ન કરવાની યાદીમાં સામેલ છે.

અગાઉ પાકિસ્તાનને ચોથા સ્તરે રાખવામાં આવ્યું હતું. ચોથા સ્તર પર રાખેલા દેશ 'યાત્રા નહી કરવા'ના પરામર્શની શ્રેણીમાં આવે છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પરામર્શ મુજબ ભારત હજુ પણ યાત્રા પરામર્શના ચોથા સ્તરમાં છે. ભારત ઉપરાંત સીરિયા, ઇરાન, ઇરાક અને યમન સહિત અનેક દેશ ચોથા સ્તરવાળી યાદીમાં સામેલ છે. અમેરિકાએ ભારતમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસો ધ્યાનમાં રાખીને ત્યાં 'યાત્રા ન કરવા'નું છ ઓગસ્ટે જાહેર કર્યું હતું.

મંત્રાલયે કહ્યું કે, કોવિડ-૧૯ અને ત્રાસવાદને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની યાત્રાની યોજના પર પુનર્વિચાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે તે પહેલા ૧૦ ઓગસ્ટે પાકિસ્તાનને ચોથા સ્થાને રાખવામાં આવ્યુ઼ હતું. મંત્રાલયે અમેરિકી નાગરિકોને અપીલ કરી કે તેઓ આતંકવાદ અને અપહરણની ઘટનાઓના કારણે બલૂચિસ્તાન તેમજ ખૈબર પખ્તૂનખ્વા અને આતંકવાદ તેમજ સશસ્ત્ર સંઘર્ષની આશંકાના કારણે એલઓસી પર યાત્રા કરે નહીં.

(3:53 pm IST)