Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાં ખસેડાઈઃ NCBના લોકઅપમાં રાત પસાર કરી

રિયાની ધરપકડ NDCP કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત કરાઈ

મુંબઈ, તા.૯: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને NCB ઓફિસથી ભાયખલા જેલ ખસેડવામાં આવી છે. નોંધનીય છે કે અભિનેત્રીને ૨૨ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેવું પડશે. એનસીબીએ ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરી છે. સરકારી વકીલ અતુલ સર્પાંડેનું કહેવું છે કે આજે સેશન કોર્ટમાં રિયાના વકીલ દ્વારા જામીન અરજી દાખલ થઈ શકે છે. મંગળવારના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી જયારબાદ તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ રજુ કરાઈ હતી. કોર્ટે રિયાને ૧૪ દિવસ માટે જેલમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. NDCP કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારની રાત્રી રિયાએ એનસીબીની ઓફિસમાં વુમેન સેલમાં રાખવામાં આવી હતી.રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સનું સેવન કરતી હતી. રિયાની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે. આ સાથે જ રિયાને સેશન કોર્ટમાં જામીન અરજી કરવા માટેની છૂટ અપાઈ છે.  જેલમાં રિયાનો મેડિકલ ટેસ્ટ કરાવીને તેને કવોરન્ટાઈન બેરેકમાં રાખવામાં આવશે.

(3:54 pm IST)