Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રક્ષા ક્ષેત્રમાં ૭૪ ટકા FDIને મંજૂરીઃ મોનસૂન સત્રમાં બિલ લાવવાની શકયતા

કેબિનેટે ત્રણ લેબર કોડને પણ મંજૂરી આપી છેઃ આ લેબર કોડ છે, સામાજિક સુરક્ષા, ઇંડસ્ટ્રિયલ રિલેશન અને ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થ

નવી દિલ્હી, તા.૯: કેન્દ્ર સરકારે રક્ષા ક્ષેત્રમાં FDIનું રોકાણ વધારાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રક્ષા ક્ષેત્રમાં હવે ૪૯ ટકા FDI વધીને ૭૪ ટકા કરી દેવામાં આવ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ આ અંગેનું બિલ ૧૪ સપ્ટેમ્બરથી શરુ થઇ રહેલા મોનસનૂ સત્રમાં રજૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર રક્ષા ક્ષેત્રમાં FDIના રોકાણની મર્યાદા પર નિર્ણયની સાથે કેન્દ્રીય કેબિનેટે ત્રણ લેબર કોડને પણ મંજૂરી આપી છે. આ લેબર કોડ છે, સામાજિક સુરક્ષા, ઇંડસ્ટ્રિયલ રિલેશન અને ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થ. જો પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ કામદારોને પેંશન અને આરોગ્ય સુવિધા મળી શકે છે.

જયારે  બીજી તરફ રક્ષા ક્ષેત્રમાં FDIના વધારોનો નિર્ણય દ્યણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટુ પગલુ માનવામાં આવી રહ્યું છે. ગત મહીને ૨૭ ઓગસ્ટના રોજ રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદન સાથે જોડાયેલ આત્મનિર્ભર ભારત સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ડિફેંસ સેકટમાં આત્મનિર્ભર ભારતથી ભારતનું રક્ષા ક્ષેત્રમાં મહત્વનો રોલ થઇ જશે. પીએમએ કહ્યું કે આ દિશામાં કેટલાંક મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું હતું કે અમારો હેતુ રક્ષા ઉત્પાદન, નવી ટેકનીક વિકસિત કરવા અને ડિફેંસ સેકટરમાં ખાનગીકરણને મહત્વનો રોલ દેવાનું છે.

PM મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રક્ષા ક્ષેત્રમાં રોકાણ માટે દરવાજા ખોલવા અને ૭૪ ટકા FDIને મંજૂરી આપી ભારતના વિશ્વાસને દર્શાવે છે.

(3:56 pm IST)