Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શરદ પવારે કંગનાની ફેવર કરી : મુંબઈમાં બીજા ઘણા ગેરકાયદેસર બાંધકામ હોવાનો ટોણો તંત્રને માર્યો

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ બીએમસીની કાર્યવાહીથી ભારતીય જનતા પાર્ટી સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યા છે. એનસીપી ચીફ શરદ પવારે જણાવ્યું છે કે બીએમસીની કાર્યવાહીએ બિનજરુરી રીતે તેને (કંગનાને) બોલવાની તક આપી દીધી. મુંબઈમાં બીજી પણ જગ્યાએ ગેરકાયદેસર નિર્માણ છે. હવે એ જોવાની જરૂર છે કે અધિકારીઓએ આ નિર્ણય કેમ લીધો.

એનસીપી ચીફ શરદ પવારે જણાવ્યું કે દરેક જાણે છે કે મુંબઈ પોલીસ સુરક્ષા માટે કામ કરે છે. તમારે આ લોકોને પ્રચાર માટે તક ના આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે અને બીએમસી પર શિવસેનાનો કબજો છે.

કંગના રનૌત મુંબઇ પહોંચે તે પહેલાં જ BMC ના કર્મચારીઓએ કંગનાની ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી છે. કંગના રનૌતની ઓફિસમાં તોડફોડની (BMC demolishing Kangana Ranaut Office) કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. કંગના રનૌત આજે મુંબઇ પહોંચશે.

કંગના રનૌતની ઓફિસ આ વર્ષે જ જાન્યુઆરીમાં 48 કરોડની કિંમતથી બનીને તૈયાર થઇ હતી. જેના પર અચાનક જ એક દિવસ પહેલાં BMC ના અધિકારીઓએ એક નોટિસ પાઠવી હતી. કંગનાને આ નોટિસનો જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને 24 કલાક થતાની સાથે જ BMCએ તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ BMC (BMC demolishing Kangana Ranaut Office) એ તેની મુંબઈ સ્થિત ઓફિસનું બાંધકામ તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું. જો કે કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી. કંગનાએ અન્ય એક ટ્વીટમાં એમ પણ કહ્યું હતું કે “આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે”.

કંગનાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “હું ક્યારેય ખોટી નથી હોતી અને મારા દુશ્મનોએ આ સાબિત કરી નાખ્યું છે એટલે જ હું કહું છું કે મુંબઇ POK છે.” સંજય રાઉત સાથે થયેલા ટ્વિટર વૉર બાદ આ મામલો વધારે બિચક્યો હતો. આ ઉપરાંત કંગનાએ સુશાંત કેસમાં પણ ઘણી બધા નિવેદનો આપ્યા હતાં.

આ સિવાય પણ વધુ એક ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, “પાકિસ્તાન સાથે હેશટેગ માર્યું છે કે #deathofdemocracy” આ પહેલા જ્યારે BMCના માણસો કંગનાની ઑફિસે પહોંચ્યા ત્યારે કંગનાએ ટ્વિટ કર્યું હતું કે “આ બાબર અને તેની આર્મી છે.”

(6:25 pm IST)