Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરશે

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આવતીકાલનો દિવસ મહત્વપૂર્ણ: સંબોધન તરફ લોકોની મીટ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઇ રહ્યા છે.

   પ્રધાનમંત્રીના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી હતી કે, આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બપોરે 12 કલાકે પ્રધાનમંત્રી મોદી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઇ રહ્યા છે. આ સિવાય બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન સંબંધિત કેટલીક યોજનાઓનો શુભારંભ કરાવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા પ્રધાનમંત્રી મોદીના ટ્વીટને લઇને ઘણીવખત લોકોમાં કુતુહલ જોવા મળે છે. પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે જેમાં પ્રધાનમંત્રી કાર્યલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હોય કે,પીએમ દેશને સંબોધન કરવાના છે. ત્યારે તમામ નાગરિકોના મનમાં એક સવાલ જરૂર થાય છે કે આ વખતે સંબોધનમાં પ્રધાનમંત્રી શું કહેવાના હશે

જો કે, તાજેતરમાં તેમણે કરેલ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કાલનો દિવસ મહત્વપૂર્ણ છે. પરંતુ સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે, તેઓ બપોરે મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઇ રહ્યા છે. 

(9:03 pm IST)