Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિયા ચક્રવર્તીનો દાવો,નિવેદન આપવા દબાણ કર્યું છે :જામીન અરજીની કાલે સુનાવણી

રિયાએ કહ્યું જો તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે તો તેના જીવને જોખમ

20 પાનાની જામીન અરજીમાં રિયાએ કહ્યું, "તે નિર્દોષ છે અને તેણે કોઈ ગુનો કર્યો નથી. હાલના કેસમાં અરજદાર રિયાને ખોટી રીતે ફસાવી દેવાયેલ છે. કસ્ટડી દરમિયાન તેને આવું નિવેદન આપવા દબાણ કરવામાં આવેલ."નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો (એનસીબી) દ્વારા રિયાની ધરપકડના એક દિવસ પછી, જાણવા મળ્યું છે કે અહીંની એક વિશેષ અદાલત કાલે ગુરુવારે 10 સપ્ટેમ્બરે રિયા અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સુનાવણી કરશે.રિયાએ કહ્યું છે કે, જો તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે તો તેના જીવને જોખમ છે. એપ્લિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિયા પાસેથી કોઈ દવાઓ અથવા સાયકોટ્રોપિક પદાર્થ કબજે કરવામાં આવ્યો નથી. પુરુષ અને મહિલા પોલીસ અફસરોએ પ્રશ્નોનો મારો ચલાવેલ.

(12:34 am IST)