Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યનએ રાજીનામુ આપ્યું

ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા સુબ્રમણ્યનનું રાજીનામું: રાષ્ટ્રની સેવા કરવી પરમ સૌભાગ્ય: કે. વી. સુબ્રમણ્યન

નવી દિલ્હી :  ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જાણકારી પ્રમાણે કે. વી. સુબ્રમણ્યનનો ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે સુબ્રમણ્યને ફરીથી શિક્ષણ જગતમાં પાછા જવાનો નિર્ણય કર્યો છે.

 તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક નોટ શેયર કરતા કહ્યુ છે કે રાષ્ટ્રની સેવા કરવી એક પરમ સૌભાગ્ય રહ્યું છે અને મને અદભૂત સમર્થન તથા પ્રોત્સાહન મળ્યું છે. તેમણે જણાવ્યું છે કે દરરોજ જ્યારે હું નોર્થ બ્લોકમાં ગયો, તો મે પોતાને આ વિશેષાધિકારની યાદ દેવડાવી છે, જ્યારે વિશેષાધિકાર સાથે આવનારી જવાબદારી સાથે ન્યાય કરવા માટે મારું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કર્યો છે. 

(12:00 am IST)