Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

શકિત પીઠનું સ્થાન સર્વોચિત

માતાજીના સ્થાનક પર્વતના શિખરે જ હોય છે. મા અંબાજી, મહાકાળી, ચામુંડા, વૈષ્ણોદેવી, માતા ઉંચે પહાડો પર બિરાજમાન હોય છે. તેમના દર્શને જવા પહાડો ચડવા પડે. અને આ સાત્વિક પરિશ્રમ ભકતજનના તન મનને સ્વસ્થ કરે છે. કુદરતી વાતાવરણમાં ધ્યાન અને સમાધિ સુલભબને માનવીના શરીરના સાત ઉર્જા ચક્રોમાં સૌથી ઉચુ સહસ્ત્રાર છે. શિવશકિત સહસ્ત્રારના અદ્યિષ્ઠાતા છે. પર્વતોના ઉચ્ચતમ શિખરોને જો ધરતીના સહસ્ત્રાર તરીકે કલ્પીએ તો શકિતપીઠનું સ્થાન સર્વોચિત ગણાય. અને છેલ્લે માનું સ્થાનનો મસ્ત કે જ હોય.

અંબાજી યાત્રાધામ એક એવું શકિત પીઠ છે. જયાં સવાર અને સાંજની આરતી વચ્ચે એક મીનીટ  નો વિરામ લેવાય છે.

વિરામ દરમ્યાન પૂજારી આંખે પાટા બાંધી આરતી દ્વારા મા અંબાજીના વિસા મંત્રની વિશેષ પૂજા કરાય છે.

માતાજીને સવારે બાલ ભોગ મા સોજીનો શીરો ધરાવાય છે. બપોરે રાજભોગ થાળમાં મીઠાઇ, પૂરી, બે શાક, કઠોળ, ફરસાણ, દાળ-ભાત, અને રાયતુ ધરાય છે, જયારે સાંજે શયન ભોગમાં ફ્રુટ, દૂધ, મગજ મીઠાઇ ધરવામાં આવે છે.

જીવનમાં આવતી અશાંતિ માટે સુખ અને દુઃખ, માટે કયાંક ગ્રહો પણ જવાબદાર હોય છે. પરંતુ દુર્ગુર્ણા સાથે લડવા પરમ શકિતની સહાયતા જરૂરી છે. આપણે જીવનમાં જયારે દુઃખ આવે ત્યારે હતાશ થયા વગર તેની સામે લડતા શીખીશું તો જીત મેળવી શકીશું.

સુખ અને દુઃખ તો આવે અને જાય આપણે સદાય આનંદમાં રહેવાનું.

ભગવાન રામચંદ્રજીએ ૧૪ વર્ષ વનવાસ ભોગવ્યો જયારે શ્રી કૃષ્ણ ભગવાન પણ પરધેર ઉછરીને મોટા થયા.

જીવનમાં સુખ અને દુઃખ તો આવતાં જ રહેવાના દુઃખનો જે હિંમતથી સામનો કરે છે. તે જીતી જાય છે.

નિરાશાઓમાં પણ આશાનો દિપ પ્રગટાવી રાખો પરિસ્થિતિ વિકટ આવે છતાંય શ્રધ્ધાનો દિપ પ્રગટાવી રાખો.

જે ભકિત કરે તે ભકત, ભકિત દ્વારા જ ભગવાનને પામી શકાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:01 am IST)