Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત

તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.

ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન પીએમ મોદીએ તેમનુ સ્વાગત કર્યુ હતું . રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ ફ્રેડરિકસેને નિવેદન જારી કરતા કહ્યુ કે અમે ભારતને ઘણા નજીકના પાર્ટનર માનીએ છીએ. હુ આ યાત્રાને ડેનમાર્ક-ભારત દ્વિપક્ષીય સંબંધો માટે સીમાચિહ્ન તરીકે જોવુ છુ. પીએમ ફ્રેડરિકસન પોતાની ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.

વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેન પીએમ મોદીની સાથે ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો પર ચર્ચા કરશે. ભારત-ડેનમાર્કની વચ્ચે વાતચીત દરમિયાન તકનીકી અને વ્યવસાય સહયોગ સંબંધિત મુદ્દાની સાથે-સાથે પુરુલિયા શસ્ત્ર કૌભાંડના આરોપી કિમ ડેવીના પ્રત્યર્પણનો મુદ્દો પણ હશે. કોરોના સમયગાળા દરમિયાન છેલ્લા 20 મહિના દરમિયાન વડા પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે.

(12:02 pm IST)