Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

છેલ્લા 15 માસથી જેલવાસ ભોગવી રહેલા દિલ્હી તોફાનોના આરોપી મહંમદ બિલાલના જામીન મંજુર : પોલીસે રજૂ કરેલા વીડિયોમાં આરોપીની હાજરી દેખાતી નથી : 50 હજાર રૂપિયાના બોન્ડ સાથે દિલ્હી હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

ન્યુદિલ્હી : છેલ્લા 15 માસથી જેલવાસ ભોગવી રહેલા દિલ્હી તોફાનોના આરોપી મહંમદ બિલાલના જામીન દિલ્હી હાઈકોર્ટે મંજુર કર્યા છે. બિલાલ, જૂન 2020 થી કસ્ટડીમાં હતો . નામદાર કોર્ટે જોયું કે વિરોધ પ્રદર્શન કરનારા લોકો પર નજર રાખવા માટે પોલીસે કરેલી વીડિયોગ્રાફીમાં તેની હાજરી દર્શાતી નથી.

જસ્ટિસ મુક્તા ગુપ્તાએ બિલાલને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને બે જામીન આપવા સાથે જામીન મંજુર કર્યા છે.
ફરિયાદીનો કેસ હતો કે સળિયા, લાઠીઓ, પથ્થરો અને હથિયારોથી સજ્જ આશરે 100-150 લોકો ભેગા થયા અને CAA વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા હતા.

35 સેકન્ડની વિડિયો રેકોર્ડિંગ ક્લિપ જે ટોળા પર કેન્દ્રિત છે, તેમાં અરજદાર દેખાતો નથી, તેવું કોર્ટે જણાવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:51 pm IST)