Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ટમેટાનો જ્યુસ : તંદુરસ્તી સૌંદર્ય રાખે ટનાટન

નવી દિલ્હી : શાકનો સ્વાદ વધારવા તો તમે ટમેટાનો બહુ ઉપયોગ કર્યો હશે પણ શું તમે જાણો છો કે ટમેટાનો જ્યુસ તમારી તંદુરસ્તીની સાથે તમારા સૌંદર્યને પણ નિખારે છે. ટમેટાના રસમાં કેટલાય બાયો એકટીવ તત્વ મળે છે જેમકે GABA એક એવું એમીનો એસીડ છે જે મગજના ન્યુરો ટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. આ ઉપરાંત ટમેટામાં વિટામીન એ અને સી, ફાયબર, ફોલેટ અને કેલ્શીયમ જેવા કેટલાક ગુણકારી તત્વો હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક ગણાય છે. ટમેટાનું જ્યુસ પીવાથી વજન ઉપરાંત શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. ટમેટાનું જ્યુસ પીવાથી ચામડીના રોગ માટે છે અને ચહેરા પર નિખાર એટલેકે ચમક આવે છે. 

ટમેટાનું જ્યુસ પીવાના ફાયદાઓ

એન્ટી ઓકસીડન્ટથી ભરપૂર ટમેટામાં વીટામીન સી, વીટામીન ઇ, અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે ઇમ્યુનીટીને નુકસાન પહોંચાડનારા ફ્રી રેડીકલ્સ થી કોષોને બચાવે છે.

  ટમેટામા ઉપસ્થિત ગ્લૂટાથીયોન શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે અને પ્રોસ્ટેટ કેન્સર સામે શરીરની સુરક્ષા કરે છે.

 ટમેટાના જ્યુસાં કેરોટેનોયડસ હોય છે જે એક કુદરતી એન્ટી એજીંગ તત્વ છે.

 ટમેટાનો જ્યુસ ચામડીની ખીલ, ફુસી અને સુકી ત્વચા જેવી કેટલીય તકલીફોની સારવારમાં મદદ કરે છે.

 એક ચમચી ટમેટાના જ્યુસમાં ચણાનો લોટ અને મલાઇ મેળવીને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે.

 ટમેટાનો જ્યુસ પીવાથી લોહી શુધ્ધ થાય છે અને ચહેરો ચમકવા લાગે છે.

ટમેટાના રસમાં લાઇકોપીન વધુ પ્રમાણમાં હોય છે. જે ખાસ કરીને રજો નિવૃત મહિલાઓમાં ચિંતા અને તણાવ જેવા કેટલાય મનોવૈજ્ઞાનિક લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ થતો હોવાનું માનવામાં આવે છે.

ટમેટાનું જ્યુસ ઘટેલી એનર્જીને પાછી મેળવવામાં મદદરૂપ થાય છે.

ટમેટામાં કેરોટીન, પોટેશ્યમ, વીટામીન સી, ફલેવોનોઇડ, ફોલેટ અને વીટામીન ઇ જેવા તત્વો હોય છે જે ડાયાબીટીઝ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

મોટાપાથી પરેશાન લોકો પોતાના ડાયેટમાં ટમેટાના જ્યુસને સામેલ કરે ટમેટામાં રહેલ ફાઇબર આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. 

આંખોની સેહત માટે વીટામીન સી ફાયદાકારક ગણવામાં આવે છે. ટમેટાના જ્યુસમાંનું વિટામીન સી અને મીનરલ્સ આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(3:10 pm IST)