Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

તાઈવાનને ભેળવવા જરૂર પડ્યે સૈન્યની મદદ લેવાશે

તાઈવાન મુદ્દે ચીનનું ફરી ઉશ્કેરણીજનક નિવેદન : આ ચીનનો આંતરિક મામલો છે અને અન્ય કોઈ દેશને તેમાં બોલવાનો અધિકાર પણ નથી : જિનપિંગની ચેતવણી

નવી દિલ્હીતા. : તાઈવાનને અવાર નવાર ડરાવતા રહેતા ચીને ફરી એક વખત તાઈવાન મુદ્દે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યુ છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યુ છે કે, તાઈવાનને શાંતિપૂર્ણ રીતે ચીનમાં ભેળવી દેવાનો અમારો ઈરાદો છે પણ તેના માટે જો સૈન્યનો ઉપયોગ કરવો પડ્યો તો તે પણ કરવામાં આવશે. ચીનનો આંતરિક મામલો છે અને અન્ય કોઈ દેશને તેમાં બોલવાનો અધિકાર પણ નથી અને અન્ય કોઈ દેશનો હસ્તક્ષેપ ચીન સહન પણ નહીં કરે.

ઉલ્લેખનીય ચે કે, ચીન તાઈવાનને પોતાના દેશનો એક હિસ્સો માને છે. જ્યારે બીજી તરફ તાઈવાન કોઈ પણ હિસાબે પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે મક્કમ છે. દરમિયાન જિનપિંગના નિવેદનને અમેરિકા માટે પણ પડકારજનક માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાઈવાન મુદ્દે બંને દેશો એક બીજાની સામે આક્રમક નિવેદન કરી રહ્યા છે.

જિનપિંગે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ચીનમાં તાઈવાનને ભેળવી દેવા માટે જરૂર પડી તો સૈન્ય શક્તિનો ઉપયોગ કરાશે. એક રાષ્ટ્રીય મુદ્દો છે અને તેનો ઉકેલ લાવવો જરૂરી છે. ચીનના લોકો પણ તાઈવાનને ચીનમાં ભેળવી દેવાના પક્ષમાં છે.

(7:10 pm IST)