Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

તાલિબાન સાથે ચાલતી ઉચ્ચ સ્તરીય વાતનો અર્થ તેને માન્યતા આપવાનો નથી : અમેરિકાની ચોખવટ

અમેરિકન નાગરિકો અને દેશમાંથી બહાર નિકળવાની કોશિશ કરતા અન્ય અફઘાન નાગરિકોને સુરક્ષિત રસ્તો આપવાના મુદ્દા ઉપર પણ તાલિબાન સાથે ચર્ચા થશે.

નવી દિલ્હી : અમેરિકાએ કહ્યું છે કે તાલિબાન સાથે શરૂ થઈ રહેલી ઉચ્ચ સ્તરીય વાર્તાનો અર્થ તે નથી કે અમેરિકાએ તાલિબાનની સરકારને માન્યતા આપવાનો નથી.

તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર નિયંત્રણ કરી લીધો હતો. તે પછી પ્રથમ વખત અમેરિકા અને તાલિબાન વચ્ચે કતરની રાજધાની દોહમાં આજે બેઠક થઈ છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમેરિકા તાલિબાનના સંપર્કમાં છે અને તે ચર્ચા તે સિલસિલામાં જ થઈ રહી છે.મંત્રાલયનું કહેવું છે કે અનેક મુદ્દાઓ પર ચર્ચાની સાથે-સાથે અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકન નાગરિકો અને દેશમાંથી બહાર નિકળવાની કોશિશ કરી રહેલા અન્ય અફઘાન નાગરિકોને સુરક્ષિત રસ્તો આપવાના મુદ્દા ઉપર પણ તાલિબાન સાથે ચર્ચા થશે.

અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય દળોએ અફઘાનિસ્તાન છોડ્યા પછી અફઘાનિસ્તાન માટે આંતરાષ્ટ્રીય મદદ એક રીતે સીમિત થઈ ગઈ છે. દેશ ભીષણ આર્થિક અને માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે.

વોશિંગ્ટનમાં રહેલા બીબીસી સંવાદદાતા નોમિયા ઈકબાલ અનુસાર અમેરિકન અધિકારીઓએ ભાર આપીને કહ્યું છે કે, આ વાતચીતનો અર્થ તે નથી કે અમેરિકાએ તાલિબાનના શાસનને સ્વીકાર કરી લીધો છે.

અમેરિકન સૈનિકોએ અફઘાન છોડ્યા પછી એક લાખ 24 હજારથી વધારે લોકોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યા છે પરંતુ હજું પણ હજારો લોકો એવા છે જેઓ દેશ બહાર જવા માંગે છે.

વાતચીત પહેલા અમેરિકાએ કહ્યું છે કે તે તાલિબાન પર એક સમાવેશી સરકાર બનાવવા માટે દબાણ કરશે અને સરકારમાં મહિલાઓ અને લઘુમતીઓને સામેલ કરવા માટે દબાણ બનાવશે.

(9:09 pm IST)