Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કાશ્મીરના કુલગામમા માંઝગામમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો : બે પોલીસકર્મી ઘાયલ

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો: હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લાના માંઝગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ પોલીસકર્મીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ ખતરાની બહાર છે. આ દરમિયાન વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

શુક્રવારે પણ આતંકીઓએ શ્રીનગર પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ હુમલો શ્રીનગરના રામબાગ ખાતે થયો હતો. ઓપરેશન દરમિયાન બીજો આતંકવાદી ભાગવામાં સફળ રહ્યો હતો.

આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મેળવેલા ઓળખપત્ર અનુસાર, તેની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આકીબ બશીર કુમાર તરીકે થઈ હતી, જે શોપિયાનો રહેવાસી હતો

(11:08 pm IST)