Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

લખીમપુર ખીરી હિંસા કેસ:12 કલાકની પૂછપરછ પછી મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરાઈ

હત્યા-દુર્ઘટનામાં મોત અને ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ

નવી દિલ્હી :  લખીમપુર હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવી છે. તેની સળંગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અંતે હવે તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હત્યા-દુર્ઘટનામાં મોત અને ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લખીમપુર ખીરીમાં કાંડમાં કેન્દ્રીય કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ આજે ક્રાઈમ બ્રાંચ સામે હાજર થયો હતો. તે આજે સવારે 11 વાગ્યા પહેલા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પહોંચી ગયો હતો. તેની 12 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. હવે અંતે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે આખા ભારતમાં રાજકારણ ગરમાયું છે. ખેડૂત સંગઠનો તથા રાજકીય પક્ષો કેન્દ્રીય પ્રધાનના પુત્રની ધરપકડની માંગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ યોગી સરકારની ઝાટકણી કાઢી હતી.

ઉત્તરપ્રદેશનો લખીમપુર મામલો શાંત થવાનુ નામ જ નથી લેતો. કિસાન અને રાજકીય પક્ષ વચ્ચે ચાલેલો ગરમાગરમીનો માહોલ હજુ પણ વધુ ભડાકે બળી રહ્યો છે. હાલ આ મામલો ક્યા જઈને અટકશે તેનો કોઈ અંદાજ જ નથી આવી રહ્યો. હાલ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી આ હિંસા મામલે ગણાતા મુખ્ય આરોપી એટલે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાંચની સામે હાજર થયો છે.

ક્રાઇમ બાન્ચની સામે હાજર થતા જ આશિષ પર સવાલોનો વરસાદ કરી દેવામા આવ્યો હતો. અહીં તેને ખેડૂતોની મૃત્યુ સાથે સંકળાયેલ બાબતો અંગે પૂછપરછ કરવામા આવી હતી. આ અગાઉ શુક્રવારના રોજ જ્યારે આશિષ મિશ્રાને પોલીસ સામે હાજર થવા માટે કહ્યું ત્યારે તેણે કોઈ જવાબ જ ના આપ્યો અને હાજર પણ ના થયો. જેથી તેને ફરીવાર સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ, જે પછી તે પોલીસ સામે હાજર થયો હતો.

(11:29 pm IST)