Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

1985ના વિમાન હાઇજેકિંગમાં સંડોવાયેલા હિઝબુલ્લાહ આતંકવાદી 'અલી આતવા'નું મોત : અમેરિકાએ રાખ્યું હતું 50 લાખ ડોલરનું ઇનામ

લેબનીઝ આતંકવાદી જૂથે અત્વા ના મોતની માહિતી આપી : હિઝબુલ્લાહ વતી એવું કહેવાયું હતું કે, આશરે 60 વર્ષના આતવાનું કેન્સરથી મૃત્યુ થયું

નવી દિલ્હી : 1985 ના વિમાન હાઇજેકિંગમાં સામેલ હિઝબુલ્લાહ આતંકવાદી અલી આતવાનું શનિવારે મૃત્યું થયું હતું. યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં પણ તેનો સમાવેશ થાય છે. લેબનીઝ આતંકવાદી જૂથે અત્વાના મોતની માહિતી આપી છે. હિઝબુલ્લાહ વતી એવું કહેવામાં આવ્યું હતું કે, આશરે 60 વર્ષના આતવાનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તે બે અન્ય સાથીઓ સાથે 1985 માં TWA ફ્લાઇટ 847 ને હાઇજેક કરી હતી.

ત્યારબાદ 2001 માં એફબીઆઈની ’10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુ યાદી ‘માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઘટના 14 જૂને એથેન્સ, ગ્રીસમાં શરૂ થઈ હતી અને 16 દિવસ  સુધી ચાલી હતી. આ ઘટનામાં યુએસ નેવીના એક મરજીવાનું મોત થયું હતું. પ્લેન અપહરણકર્તાઓએ બંધકોને છોડાવવાના બદલામાં ઇઝરાયેલી જેલમાં બંધ લેબનીઝ અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. એફબીઆઈએ અતવા વિશે માહિતી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. અતવાના મૃત્યુ પછી, હિઝબુલ્લાહે તેને બેરુતમાં દફનાવ્યો છે.

જે વિમાનને આતંકવાદીઓએ હાઇજેક કર્યું હતું તેમાં 153 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા. તેમાંથી 85 અમેરિકન નાગરિકો હતા. રોમ જઇ રહેલા પ્લેનને હાઇજેક કર્યા બાદ આતંકવાદીઓ કમાન્ડ કરી રહ્યા હતા. વિમાન બેરુતમાં ઉતર્યું જ્યાં અપહરણકર્તાઓએ 19 અમેરિકન મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા. ત્યારબાદ વિમાનને અલ્જેરિયા માટે ઉડાવવામાં આવ્યું હતું, જ્યાં બેરુત પરત ફરતા પહેલા થોડા વધુ લોકોને છોડવામાં આવ્યા હતા.

23 વર્ષીય યુએસ નેવી ડાઇવર રોબર્ટ સ્ટેથમને આતંકવાદીઓએ માર માર્યો હતો. આ પછી આ લોકો ફરીથી અલ્જેરિયા પરત ફર્યા, જ્યાં અતવા પણ આતંકવાદીઓ સાથે જોડાયા. તેની અગાઉ એથેન્સના એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગ્રીક અધિકારીઓએ તેને જવા દીધો કારણ કે આતંકવાદીઓએ બાકીના મુસાફરોને મારી નાખવાની ધમકી આપી હતી. વિમાનમાં અન્ય લોકો ગ્રીક ગાયક દમાઇસ રોસસનો પણ હતા. જેને બેરૂતમાં મુક્ત કરવામાં આવ્યા હતા. પછી 30 જૂને, બાકીના 39 મુસાફરોને સીરિયાના દમાસ્કસમાં છોડવામાં આવ્યા.

(11:31 pm IST)