Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

હવે અમેરિકન સરકાર ટેક્સાસ રાજ્યમાં એબોર્શન પર પ્રતિબંધ મૂકી શકશે

અમેરિકાની ફેડરલ કોર્ટે એબોર્શનના કાયદા બાબતે બાઈડેન સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો

નવી દિલ્હી :  અમેરિકાની ફેડરલ કોર્ટે એબોર્શનના કાયદા બાબતે બાઈડેન સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના ચુકાદા પછી હવે અમેરિકન સરકાર ટેક્સાસ રાજ્યમાં એબોર્શન પર પ્રતિબંધ મૂકી શકશે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એબોર્શનને કાયદેસર બનાવવાની હિમાયત કરતા હતા. તેના ભાગરૃપે અમેરિકાના સૌથી મોટા બીજા નંબરના રાજ્ય ટેક્સાસમાં છ સપ્તાહ પહેલાં એબોર્શનને પરવાનગી મળી હતી. તેના કારણે એક તરફ વિરોધ ઉઠયો હતો, તો બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ એબોર્શનને કાયદેસર કરવાની માગણી મહિલાઓએ કરી હતી.
એ દરમિયાન હવે ફેડરલ કોર્ટના ન્યાયધીશે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો ફેરવીને નવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એ પ્રમાણે સરકાર એબોર્શન પર પ્રતિબંધ મૂકી શકશે. આ વચગાળાનો ચુકાદો છે, પરંતુ એમાં બાઈડેન સરકારની તરફેણ કરવામાં આવી છે. બાઈડેન સરકાર એબોર્શનનો કાયદો ઘડવાની હિમાયત કરતી નથી.
અગાઉ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ખાસ કિસ્સામાં કે બળાત્કારના કિસ્સામાં મહિલાને એબોર્શન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ નવા ચુકાદામાં બળાત્કારના કિસ્સામાં જો મહિલા ગર્ભવતી બને તો તેને પણ એબોર્શનની છૂટ ન આપવાનું કહેવામાં આવ્યું હતું. આ ચુકાદાથી એબોર્શનની માગણી કરતા જૂથ વધુ આક્રમક બને તેવી શક્યતા છે.

(12:52 am IST)