Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હિમાચલમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે કાંટે કી ટક્કર

શરૂઆતના વલણોમાં બીજેપીને ૧પ સીટનું નુકશાન અને કોંગ્રેસને ૧૩ સીટનો ફાયદો થયો છે

શિમલા, તા. ૮:  હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હિમાચલ પ્રદેશમાં શરૂઆતના વલણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચ્‍ચે મુકાબલો બરાબરનો ચાલી રહ્યો છે. બીજેપીને શરૂઆતના વલણમાં ૩૦ અને કોંગ્રેસને ૩૩ બેઠકો મળી છે અને અન્‍ય પક્ષોને ૪ સીટો મળી છે.

મુખ્‍યમંત્રી જયરામ ઠાકુર સરાજ સીટથી આગળ ચાલી રહ્યા છે સૌથી મોટો ઝટકો શિક્ષામંત્રી ગોવિંદ ઠાકુરને લાગી રહ્યો છે. ગોવિંદ ઠાકુર મનાલીથી ચૂંટણી લડી રહ્યા હતા અને શરૂઆતી વલણોમાં હાલમાં તેઓ પાછળ રહ્યા છે.

આ વખતે રાજયની ૬૮ સીટો પર કુલ ૪૧ર ઉમેદવારો મેદાનમાં હતાં. શરૂઆતી વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે સંતાકુડીનો ખેલ રમાય રહ્યો છે. પરંતુ બપોર સુધીમાં નવી સરકાર અંગે ચીત્ર સ્‍પષ્‍ટ થઇ જશે. હાલમાં બંન્ને પક્ષો તેમના જીતના દાવા કરી રહ્યા છે. જો બીજેપી આ પહાડી રાજયમાં  સત્તા બનાવે છે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલમાં એક ચરણમાં ચૂંટણી યોજાય હતી. રાજયમાં ૧ર નવેમ્‍બરે મતદાન થયું હતું. કુલ ૭૪.૦પ ટકા લોકો મતદાન કર્યુ હતું.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે દરેક ૬૮ સીટો પર મતગણતરીનો પ્રારંભ થયો છે. દરેકની નજર હિમાચલ પર ટકેલી રાજયભરમાં બનાવેલા મતગણતરી કેન્‍દ્રો પર વલણો તેજીથી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ૬૮ સીટો માટે મતદાન યોજાયું હતું.

હિમાચલ પ્રદેશ

બીજેપી         ર૯(-૧પ)

કોંગ્રેસ          ૩૪ (+૧૩)

આપ           ૦૦

અન્‍ય           પ (+ર)

(12:00 am IST)