Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપની ૧૪ મહિલા ઉમેદવારોની જીતઃ ‘આપ'ના એક પણ ન જીત્‍યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનો દબદબો! : ભાજપની ૧૭ મહિલા ઉમેદવારો, કોંગ્રેસના ૧૪ મહિલા ઉમેદવારો અને આપની માત્ર ૬ ઉમેદવારો હતાઃ જયારે અપક્ષમાંથી ૧૦૨ મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતાઃ પરંતુ મહત્‍વપૂર્ણ વાત એ છે કે મુખ્‍ય ત્રણ પક્ષની માત્ર ૧૫ મહિલાઓનો વિજય થયો છે

નવી દિલ્‍હી,તા. ૯ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્‍યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જોવા મળ્‍યો છે. આ વખતે કુલ ૧૩૮ મહિલાઓએ ઝંપલાવ્‍યું હતું. ગુજરાત ચૂંટણીમાં ભાજપની ૧૪ મહિલા ઉમેદવારની જીત છે. જેમાંથી ભાજપની ૧૭ મહિલા ઉમેદવારો, કોંગ્રેસના ૧૪ મહિલા ઉમેદવારો અને આપની માત્ર ૬ ઉમેદવારો હતા. જયારે અપક્ષમાંથી ૧૦૨ મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. પરંતુ મહત્‍વપૂર્ણ વાત એ છે કે આવેલા પરિણામમાં મુખ્‍ય ત્રણ પક્ષની માત્ર ૧૫ મહિલાઓનો વિજય થયો છે.

કોંગ્રેસ તરફથી કુલ ૧૪ મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જયારે ૧૩ મહિલા ઉમેદવારોની હાર થઈ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક પણ મહિલાઓનો વિજય થયો નથી. જે પૈકી હારેલી ઘણી મહિલાઓની ડિપોઝિટ પણ ડૂલ થાય એવો માહોલ સર્જાયો છે. (૨૨.૪)

મહિલા શક્‍તિ

ઞ્જ રાજકોટ પશ્વિમ બેઠક પરથી ડો.દર્શિતા શાહની જીત

ઞ્જ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના રીવાબા જાડેજાની જીત

ઞ્જ નરોડા બેઠક પરથી ભાજપા ડો.પાયલ કુકરાણીની જીત

ઞ્જ લીંબાયત બેઠક પરથી ભાજપના સંગીતા પાટીલ આગળ

ઞ્જ રાજકોટ ગ્રામ્‍ય બેઠક પરથી ભાજપના ભાનુ બાબરીયાની જીત

ઞ્જ ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાની જીત

ઞ્જ ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપના સેજલ પંડ્‍યાની જીત

ઞ્જ કચ્‍છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી મહેશ્વરીની જીત

ઞ્જ ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત

ઞ્જ કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર

ઞ્જ વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર આગળ

ઞ્જ સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર

ઞ્જ માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડો.તશ્વીન સિંહની હાર

(11:43 am IST)