Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

શું એકઝીટ પોલના તારણો સાચા પડયા ?

એકઝીટ પોલના અંદાજ કરતાં ભાજપે વધુ બેઠકો મેળવી

નવી દિલ્‍હી, તા.૯: આમ તો તમામ એક્‍ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી હતી, પરંતુ સાચો અંદાજ લગાવવામાં બહુ ઓછી એજન્‍સીઓ સાચી પડી શકી હતી હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ કોંગ્રેસની મોટી જીતની આગાહી કરવામાં લગભગ તમામ એજન્‍સીઓ નિષ્‍ફળ રહી હતી

ગુજરાતની ૧૮૨ સભ્‍યોની રાજ્‍ય વિધાનસભામાં ભાજપે ૧૫૬ બેઠકો જીતીને ઐતિહાસિક જીત નોંધાવી હતી, જ્‍યારે કોંગ્રેસ ૧૭ બેઠકો સાથે બીજા ક્રમે અને આમ આદમી પાર્ટી માત્ર પાંચ બેઠકો પર હતી

આજતક-એક્‍સિસ માય ઈન્‍ડિયા એક્‍ઝિટ પોલે લગભગ સાચી આગાહી કરી હતી. પોલમાં ભાજપ માટે ૧૨૯-૧૫૧, કોંગ્રેસને ૧૬-૩૦ અને AAP માટે ૯-૨૧ બેઠકોની આગાહી કરવામાં આવી હતી, જે લગભગ સાચી છે.

 ન્‍યૂઝ ૨૪-ટુડેઝ ચાણકય પણ તેના એક્‍ઝિટ પોલના અનુમાન પર નજર રહ્યો તે સર્વેમાં ભાજપ માટે સરેરાશ ૧૫૦, કોંગ્રેસને ૧૯ અને AAPને ૧૧ બેઠકોની આગાહી કરવામાં આવી હતી. જો કે, બંને એજન્‍સી AAPની બેઠકોની સાચી આગાહી કરવામાં થોડી ચૂકી ગઈ.

એબીપી ન્‍યૂઝ સી-વોટરે ભાજપ માટે ૧૨૮-૧૪૦ બેઠકો, કોંગ્રેસ માટે ૩૧-૪૩ અને AAP માટે ૩-૧૧ બેઠકોની આગાહી કરી હતી.

ન્‍યૂઝ એક્‍સ-જન કી બાત ઓન ઈલેક્‍શન એક્‍ઝિટ પોલમાં જણાવ્‍યું હતું કે ભાજપને ૧૧૭-૧૪૦ સીટો, કોંગ્રેસ-એનસીપીને ૩૪-૫૧, AAPને ૬-૧૩ અને અન્‍યને ૧-૨ સીટો મળવાની સંભાવના છે પરંતુ આ વાત સાચી સાબિત થઈ શકી નથી

રિપબ્‍લિક ટીવી P-MARQએ ભાજપ માટે ૧૨૮-૧૪૮ બેઠકો, કોંગ્રેસ-NCP માટે ૩૦-૪૨, AAP માટે ૨-૧૦ અને અન્‍ય માટે ૦-૩ બેઠકોની આગાહી કરી હતી.

TV9 ગુજરાતીએ ભાજપ માટે ૧૨૫-૧૩૦ બેઠકો, કોંગ્રેસ-NCP માટે ૪૦-૫૦, AAP માટે ૩-૫ અને અન્‍ય માટે ૩-૭ બેઠકોની આગાહી કરી હતી.

 ઈન્‍ડિયા ટીવી-મેટ્રિક્‍સ એક્‍ઝિટ પોલમાં ભાજપ માટે ૧૧૨-૧૨૧ બેઠકો, કોંગ્રેસને ૫૧-૬૧ અને AAP માટે એક-સાત બેઠકોની આગાહી કરવામાં આવી છે.

 ઝી ન્‍યૂઝ-BARC પોલમાં ભાજપને ૧૧૦-૧૨૫, કોંગ્રેસને ૪૫-૬૦ અને AAPને એક-પાંચ બેઠકો મળી હતી.

બીજી તરફ હિમાચલ પ્રદેશની ૬૮ સભ્‍યોની વિધાનસભામાં કોંગ્રેસે ૪૦ બેઠકો જીતીને ભાજપને વિદાય આપી છે. ભાજપે ત્‍યાં ૨૫ બેઠકો મેળવી છે. ત્રણ સીટો અપક્ષના ખાતામાં ગઈ છે. આમ આદમી પાર્ટીએ પહાડી રાજ્‍યમાં ૬૭ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્‍યા હતા પરંતુ એક પણ બેઠક જીતી શકી ન હતી. હિમાચલ પ્રદેશના એક્‍ઝિટ પોલમાં આજ તક-એક્‍સિસ માય ઈન્‍ડિયાની આગાહીઓ પણ સાચી નીકળી. તેમાં ભાજપને ૨૪-૩૪ અને કોંગ્રેસને ૩૦-૪૦ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. તદુપરાંત, મોટાભાગના સર્વેયરોના અંદાજો સાચા નીકળ્યા ન હતા. બધાઍ ભાજપને વધુ ધાર આપ્યો હતો અને બહુમતીના આંકડા પાછળ કોંગ્રેસને બતાવી હતી.

જો કે, ન્યૂઝ૨૪-ટુડેઝ ચાણક્યઍ હિમાચલ પ્રદેશમાં પ્લસ-માઈનસ સાત બેઠકોના માર્જિન સાથે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ૩૩-૩૩ બેઠકોની આગાહી કરી હતી.

 ઍબીપી ન્યૂઝ સી-વોટરે તેના ઍક્ઝિટ પોલ સર્વેમાં જણાવ્યું છે કે પહાડી રાજ્યમાં ભાજપને ૩૩-૪૧ બેઠકો અને કોંગ્રેસને ૨૪-૩૨ બેઠકો મળવાની સંભાવના છે. ઇન્ડિયા ટીવીઍ આગાહી કરી હતી કે ભાજપને ૩૫-૪૦ બેઠકો, કોંગ્રેસને ૨૬-૩૧ અને ખ્ખ્ભ્ને શૂન્ય મળશે. ન્યૂઝ ઍક્સ-જન કી બાત સર્વેમાં પહાડી રાજ્યમાં ભાજપને ૩૨-૪૦, કોંગ્રેસને ૨૭-૩૪ અને ખ્ખ્ભ્ માટે શૂન્ય બેઠકોની આગાહી કરવામાં આવી છે, જ્યારે રિપબ્લિક ટીવીના ભ્-પ્ખ્ય્મ્ઍ ભાજપ માટે ૩૪-૩૯ બેઠકોની આગાહી કરી છે. ૨૮-૩૩ બેઠકો અને ખ્ખ્ભ્ને ૦-૧ બેઠકો મળશે. ટાઇમ્સ નાઉ-ઇટીજી ઍક્ઝિટ પોલમાં ભાજપ માટે સરેરાશ ૩૮ અને કોંગ્રેસની ૨૮ બેઠકો હશે. ઝી ન્યૂઝ-બીઍઆરસી અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભાજપને ૩૫-૪૦ બેઠકો મળવાની ધારણા હતી જ્યારે કોંગ્રેસને ૨૦-૨૫ બેઠકો મળવાની ધારણા હતી.

(11:26 am IST)