Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૩૬૫ દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા

જિયોની દમદાર ઓફર : જો તમે દર મહિને તમારા ફોનમાં રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્‍તિ મેળવવા ઈચ્‍છો છો તો જિયો તમારા માટે શાનદાર પ્‍લાન લઈને આવ્‍યું છે

નવી દિલ્‍હી, તા.૯: દર મહિને પ્રીપેડ પ્‍લાન રિચાર્જ કરાવવું યૂઝર્સને ખુબ મોંઘુ પડે છે અને સાથે ઘણીવાર રિચાર્જ કરાવવાનું ભૂલાય જાય તો કંપની કોલિંગ અને નેટની સુવિધા બંધ કરી દેતી હોય છે. તેવામાં જિયો પોતાના યૂઝર્સને ધ્‍યાનમાં રાખતા અનેક લાંબી વેલિડિટીના પ્‍લાન ઓફર કરે છે. આ પ્‍લાન એક્‍ટિવ કરાવ્‍યા બાદ તમારે ૩૬૫ દિવસ સુધી બીજીવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

૨૫૪૫ રૂપિયાનો પ્‍લાનઃ આ પ્‍લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિટેડ કોલ, દરરોજ 1.5GB ડેટા અને ૧૦૦ એસએમએસ મળે છે. એટલું જ નહીં યૂઝર્સને આ પ્‍લાનમાં તમામ જિયો એપ્‍સનું ફ્રી સબ્‍સક્રિપ્‍શન આપવામાં આવે છે. આ પ્‍લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસની છે. તેવામાં યૂઝર્સે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

૨૮૯૭ રૂપિયાનો પ્‍લાનઃ આ પ્‍લાનમાં ગ્રાહકોને દરરોજ ૨જીબી ડેટા આપવામાં આવે છે અને આ સાથે અનલિમિડેટ કોલિંગ અને દરરોજ ૧૦૦ SMS આપવામાં આવે છે. જેમ અમે તમને જણાવ્‍યું કે આ પ્‍લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસની છે. આ પ્‍લાનમાં પણ જિયો એપ્‍સનું સબ્‍સક્રિપ્‍શન ફ્રી આપવામાં આવે છે.

૨,૯૯૯ રૂપિયાનો પ્‍લાનઃ આ જિયોનો એક વર્ષની વેલિડિટી સાથે આવનાર સૌથી મોંઘો પ્‍લાન છે, તે માટે તમારે ૩૦૦૦ રૂપિયા ચુકવવા પડે છે. આ પ્‍લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ ૨.૫GB ડેટા અને ૧૦૦ SMS આપવામાં આવે છે. આ પ્‍લાનની વેલિડિટી પણ ૩૬૫ દિવસની છે. આ પ્‍લાનમાં ગ્રાહકોને કેટલાક ઓટીટી પ્‍લેટફોર્સનું પણ સબ્‍સક્રિપ્‍શન આપવામાં આવે છે. આ પ્‍લાન તમારા માટે સારો ઓપ્‍શન સાબિત થઈ શકે છે.

(4:08 pm IST)