Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હવે ટ્રાન્સજેન્ડરને અપાશે મફત શિક્ષણની સુવિધા:પાકિસ્તાન સરકારનો મોટો નિર્ણય

 લાહોરમા ટ્રાન્સજેન્ડર માટે સ્કૂલ ખોલાઇ :સમાજમા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓમા સશક્ત બનાવવા ઉદેશ્ય

પાકિસ્તાનના લાહોરમાં પાકિસ્તાન સરકારે ટ્રાન્સજેન્ડર માટે એક મોટો નિર્ણય લીધો છે. જેમા પાકિસ્તાનની રાજધાની લાહોરમાં ટ્રાન્સજેન્ડર માટે સ્કૂલ ખોલવામા આવી છે. જેનાથી સમાજમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓમા સશક્ત બનાવી શકાય. આ અગાઉ પણ પાકિસ્તાન સરકારે અલગ-અલગ વિસ્તારોમા ટ્રાન્સજેન્ડર માટે ત્રણ શાળાઓ ખોલવામા આવી હતી. આ ત્રણેય શાળાઓ મુલ્તાન , બહાવલપુર અને ડેરા ગાજી ખાનમા શાળા ખોલવામા આવી હતી.પાકિસ્તાનમા ટ્રાન્સજેન્ડરનને સમાજમા સન્માન અપાવવા માટે અનેક પગલા લેવામા આવી રહ્યા છે.

આ શાળામા પ્રાઈમરી શિક્ષણથી લઈને માધ્યમિક શિક્ષણ મફતમા આપવામા આવશે. લાહોરમા 9 ટ્રાન્સજેન્ડર શાળા બુધવારથી શરુ કરવામા આવી છે. જે શાળાનુ નામ ‘ધ લાહૌર સ્કૂલ’ રાખવામા આવ્યુ છે. આ શાળા બે શિફ્ટમા ચલાવવામા આવે છે. જેમા પહેલી શિફ્ટમા ટ્રાન્સજેન્ડરને ફોરમલ શિક્ષણ આપવામા આવશે અને બીજી શિફટમા તેમને ટેક્નિકલ શિક્ષણ આપવામા આવશે.

પંજાબના લાહૌરની સ્કૂલમા એજયુકેશન ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું કે, ટ્રાંસજંડર માટે લાહૌરની સ્કૂલ બે શિફ્ટમાં કામ કરે છે. પ્રથમ શિફ્ટમાં સ્ટુડન્ટ્સ માટે ફોર્મલ અજ્યુકેશનની આપવામા આવશે. જ્યારે બીજી શિફ્ટમાં તે ટેકનિકલ સ્કિલની ટ્રેનિંગ આપવામા આવશે. સરકાર ટ્રાન્સજેન્ડરને મફતમા પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ અને પિક એન્ડ ડીલર સેવા આપવામા આવશે છે.

અત્યાર સુધીમાં આ સ્કૂલમાં 36 ટ્રાન્સન્ડર લોકોને એજયુકેશન આપવામા આવ્યું છે. ડિપાર્ટમેન્ટના નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, તે સ્કૂલમાં ટીચર પણ ટ્રાન્સજન્ડર કોમ્યુનિટીથી આવે છે. હવે બંને સલાહકારોને પણ આ સ્થાન આપવામાં આવ્યું છે, જે ટ્રાન્સજેન્ડર સમુદાયની સમસ્યાઓ સમજવામાં મદદ કરે છે.

(7:37 pm IST)