Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ડેલહાઉસીમાં ફરી અત્યારે રાત્રે ભારે બરફવર્ષા: માઈનસ ૨ ડિગ્રી ઉષ્ણતામાન :વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મનાલીમાં પણ ભારે હિમવર્ષા ચાલુ

હિમાચલ પ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ડેલહાઉસીમાં ફરી અત્યારે ભારે બરફવર્ષા ચાલુ થયાનું જાણવા મળે છે. ૩૦ સેન્ટીમીટર બરફ વર્ષા થાય તેવી આગાહી થઈ છે. ડેલહાઉસી માં અત્યારે રાત્રે ૯ વાગ્યે માઈનસ ૨ ડિગ્રી સેલ્શિયસ ઉષ્ણતામાન પ્રવર્તે છે.

હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મનાલી (કુલુમાં)માં પણ અત્યારે રાત્રે હિમવર્ષા ચાલુ છે. કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.. આ પહેલા ૨ દિવસ પૂર્વે બુધવારે સાંજે ભારે હિમવર્ષાને પગલે વાહનોની અવરજવર ઠપ થઈ જતાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો પ્રવાસીઓએ મનાલીમાં રસ્તા પર વાહનોમાં રાત વિતાવી હતી.  કુલ્લુ અને મનાલી વચ્ચે લગભગ ૨૦ પ્રવાસી બસો સહિત સેંકડો વાહનો બરફમાં ફસાઈ ગયા હતા કારણ કે માત્ર ૧૦ સેમી બરફ પડવાથી રસ્તો લપસણો થઈ ગયો હતો.

(12:00 am IST)