Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આજે "કોલ્ડ-ડે" કાતિલ ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી

પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આજે "કોલ્ડ-ડે"  કાતિલ ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી રહી છે.

રાજસ્થાનના સીકરમાં આજે દિવસ દરમિયાન સૌથી ઓછું મહત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હરિયાણામાં પંચકુલા ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું રહ્યું.
પંજાબમાં સંગરુર દિવસ દરમિયાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ રહ્યું.
દિલ્હીના સફદરજંગમાં દિવસ દરમ્યાન ૧૫ ડિગ્રી સે. સૌથી ઓછું ઉષ્ણતામાન  નોંધાયું.
દરમિયાન વરસાદ બાદ હવે આવતીકાલથી ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા લાગશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર વાદળ છવાયેલા રહેવાની શક્યતા છે, "કોલ્ડ-ડે" એટલે કે દિવસ દરમિયાન કાતિલ ઠંડી માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

(12:00 am IST)