Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ ચીનમાં રહેશે

ઉર્જિત પટેલ હવે ચીનમાં મળી નવી જવાબદારી : ઉર્જિત પટેલને બેઈજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે

બેઇજિંગ, તા.૯ : ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલનું નવુ સરનામું બેઇજિંગ હશે. તેમને બેઈજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (Asian Infrastructure Investment Bank)ના ઉપાધ્યક્ષબનાવવામાં આવ્યા છે. બેન્કના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી. ભારત એઆઈઆઈબીના સંસ્થાપક સભ્યમાં છે. બેક્નમાં ચીન બાદ ભારતનો સૌથી વધુ વોટિંગનો અધિકાર છે. બેક્નના પ્રમુખ ચીનના પૂર્વ ડેપ્યુટી નાણામંત્રી જિન લિક્યૂન છે.  પટેલ (૫૮) નો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે. તે એઆઈઆઈબીના પાંચમાંથી એક ઉપાધ્યક્ષ હશે. તેઓ આગામી મહિને પદભાર સંભાળી શકે છે. એઆઈઆઈબીના સૂત્રોએ જણાવ્યું કે, તે ડી.જે.પાંડિયનનું સ્થાન લેશે. પાંડિયન દક્ષિણ એશિયામાં એઆઈઆઈબીના સોવરેન અને બિન-સાર્વભૌમ ધિરાણના પ્રમુખ છે. પાંડિયન આ મહિને ભારત ફરશે. તેઓ પૂર્વમાં ગુજરાતના મુખ્ય સચિવ પણ રહ્યા છે. પટેલ પાંચ સપ્ટેમ્બર ૨૦૧૬ના રિઝર્વ બેક્નના ૨૪માં ગવર્નર બન્યા હતા. તેમણે રઘુરામ રાજનનું સ્થાન લીધુ હતું. પટેલે ડિસેમ્બર ૨૦૧૮માં વ્યક્તિગત કારણોથી ગવર્નરના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ગવર્નર બન્યા પહેલા તેઓ કેન્દ્રીય બેક્નના ડેપ્યુટી ગવર્નર હતા અને તેમની પાસે નાણાકીય નીતિ વિભાગનો પ્રભાર હતો.  પટેલ પૂર્વમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાકોષ (International Monetary Fund), બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (Boston Consulting Group) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ (Reliance Industries Limited) સાથે પણ કામ કરી ચુક્યા છે.

(12:00 am IST)