Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીની યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમેરાયું : સીરામીક ટાઈલ્સના ઉત્પાદનમાં ચીનને હંફાવ્યું

ચાઈના સિરામિકની 80 ટકા માગ ઘટી : સિરામિકના હબનો વિશ્વમાં ડંકો :આત્મનિર્ભર ભારતની દિશામાં કરી સૌથી મોટી પહેલ

મોરબીની યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમેરાયું છે  ચાઇનાને સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યું છે. અત્યાર સુધી સેનેટરી વેર્સ સાથે વપરાતા ટોઇલેટ સીટ કવર સહિતની અન્ય એસેસરિઝની અત્યાર સુધી ચાઇનાથી આયાત થતા હતા પરંતુ મોરબીએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે 

મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈનાને પણ સિરામિકના ઉત્પાદનમાં હંફાવી રહ્યો છે. ચાઈનાની ટાઈલ્સની જગ્યાએ મોરબીની ટાઈલ્સની દેશભરમાં માગ વધી છે.મોરબી સિરામિક ઉદ્યોગનું હબ કહેવામા આવે છે. વિશ્વમાં સૌથી વધુ સિરામિકના ઉત્પાદનમાં મોરબીનો બીજો નંબર આવે છે. અહીં 1 હજાર જેટલા સિરામિક યુનિટો 24  કલાક ધમધમી રહ્યા છે.

 સેનેટરી વેર્સ સાથે વપરાતા ટોઇલેટ સીટ કવર સહિતની અન્ય એસેસરિઝની અત્યાર સુધી ચાઇનાથી મોરબી સહિત ભારતમાં આયાત થતી હતી. પરંતુ હવે ઘર આંગણે જ એટલે કે, મોરબીમાં જ તેનું ઉત્પાદન થવા લાગ્યું છે..એટલું જ નહીં આ એસેસરિઝના ઉત્પાદનમાં હવે મોરબી ચાઈનાને ટક્કર આપી રહ્યું છે. મોરબી સિરામિક ઉદ્યોગની સામે ચાઈનાનું 80 ટકા માર્કેટ ડાઉન થઈ ગયું છે.

મહત્વનું છે કે, મોરબીના ઉદ્યોગકારોએ પોતાની કોઠાસુઝથી ન બની શકે તેવી વસ્તુઓનું પણ ઘર આંગણે ઉત્પાદન શરૂ કર્યું છે.  જેવી રીતે સિરામિકના ઉત્પાદનમાં વપરાતી તમામ સામગ્રીઓ મોરબી બહારથી આવે છે. તેમ છતાં પણ સિરામિકનું મોરબીમાં ઉત્પાદન થાય છે.  તેવી જ રીતે હાલમાં સિરામિક સેનેટરી વેર્સ સાથે ઉપયોગમાં લેવામાં આવતી જરૂરી એસેસરીઝ પણ મોરબી અને તેની આસપાસના વિસ્તારોમાં બનવા લાગી છે. આ કારણે આસપાસના વિસ્તારોમાં 45 ટકા જેટલા કારખાના કાર્યરત થઈ ચૂક્યા છે.અને મોટી સંખ્યામાં આ કારખાનાઓમાં મહિલાઓ રોજગારી મેળવી રહી છે. એવું કહી શકાય કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને મોરબીના સિરામિક ઉદ્યોગો સફળ બનાવી રહ્યા છે. 

સિરામિરના હબ એવા મોરબીની ખાસ વાત તો એ છે કે, મોરબીમાં રફાળેશ્વર, પીપળી રોડ તેમજ અન્ય વિસ્તારની અંદર આવેલા સિરામિક એસેસરીઝ માટેના યુનિટીની અંદર બનતી વસ્તુઓને હાલમાં આફ્રિકન કન્ટ્રી તેમજ મિડલ ઈસ્ટના દેશોમાં તેમજ ભારતના દરેક રાજ્યમાં સપ્લાય કરવામાં આવે છે. આગામી દિવસોમાં હજુ પણ આ ઉદ્યોગનો વિકાસ થાય તેવું અહીંના ઉદ્યોગકારોનું માનવું છે. 

મોરબીના સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ઉત્પાદનમાં તો પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે જ. પરંતુ હવે આગામી સમયમાં આ સિરામિક ઉદ્યોગ અન્ય એસેસરિઝના ઉત્પાદનમાં પણ ભારતની સાથે-સાથે વિશ્વમાં સ્થાન મળવશે. હાલની તારીખે ઘર આંગણે જરૂરી એસેસરિઝનું ઉત્પાદન કરતા ચાઈનાનું માર્કેટ 60 ટકા જેટલું ઘટી ગયું છે.. તેવામાં જોવાનું એ રહેશે કે, આ આત્મનિર્ભર ભારતની દીશામાં મોરબીની પેહેલ આગામી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.

(12:00 am IST)