Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજસ્થાનમાં વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત : 30મી સુધી ધો-12 સુધીની શાળાઓ બંધ : લગ્નમાં માત્ર 50 લોકોને જ મંજૂરી

રાજસ્થાન સરકાર દ્વારા પ્રતિબંધો વધારાયા : શાળાઓ 30 તારીખ સુધી બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાશે :નવી ગાઇડલાઇન જાહેર

જયપુર : દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાને કારણે પ્રતિંબંધો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તો મિનિ લોકડાઉન જેવી સ્થિતી છે. ત્યારે આવા સમયે રાજસ્થાનમાં સરકાર દ્વારા પણ પ્રતિબંધો મોટા પ્રમાણમાં વધારવામાં આવ્યા છે. વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

નવી ગાઈડલાઈન પ્રમાણે રાજસ્થાનમાં હવેથી વિકેન્ડ કર્ફ્યું લાગૂ કરવામાં આવ્યો છે. સાથેજ સ્કૂલો પણ 30 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે. લગ્ન પહેલા 100 લોકોની હાજરી હતી જેના બદલે હવે લગ્ન પ્રસંગમાં 50 લોકોની હાજરી કરી દેવામાં આવી છે. જો કોઈ વિવાહ સ્થળ પર પ્રોટોકોલનું ઉલ્લંઘન જોવા મળશે તો તે સ્થળને 7 દિવસ સુધી સિલ કરી દેવામાં આવશે

ગૃહ વિભાગ દ્વારા રવિવારે સાંજે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી જેમા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જેમા શનિવારે રાતે 11 વાગ્યાથી લઈને સોમવારે સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફયું જાહેર કરવામાં આવ્યો છે. વધુંમાં શાળાઓમાં પણ 30 જાન્યુઆરી સુધી ફરી ઓનલાઈન શિક્ષણના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

(12:00 am IST)