Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોના અને ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા રાજ્યોના મંત્રીઓ સાથે કરશે ચર્ચા

બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી તમામ રાજ્યોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા, હંગામી હોસ્પિટલોની વ્યવસ્થા અને હોસ્પિટલોમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવા માર્ગદર્શિકા જાહેર કરી શકે

નવી દિલ્હી :દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઓમિક્રોન વેરિઅન્ટનું જોખમ વધી રહ્યું છે. દેશમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સોમવારે એટલે કે આવતીકાલે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બેઠક દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી તમામ રાજ્યોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા, હંગામી હોસ્પિટલોની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. જણાવી દઈએ કે આજે દેશભરમાંથી કોરોના સંક્રમણના 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે.

(12:00 am IST)