Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

યુપીઆઈ સર્વિસ ડાઉન થતા યુઝર્સ હેરાન પરેશાન : ગૂગલ પે અને પેટીએમ જેવી એપથી પેમેન્ટ અટક્યાં

ગૂગલ પે, ફોન પે, પેટીએમ, અને એમઝોન જેવી એપ્લીકેશનો પર યુપીઆઈ પેમેન્ટથી ટ્રાન્ઝેકશન ઠપ્પ :NPCI દ્વારા ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હી : યુપીઆઈ સર્વર ડાઉન થવાને કારણે પેમેન્ટ પણ અટકી ગયું. જેમા ફોન પે અને ગૂગલ પે જેવી એક પણ એપ્લીકેશન નહોતી ચાલતી. જેથી યુઝર્સ હેરાન પરેશાન થયા હતા મોટા ભાગના લોકો ગુગલ પે, ફોન પે અને પીટીએમ જેવી એપ્લીકેશન દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરતા હોય છે. ત્યારે આજે યુનિફાઈ પેમેન્ટ ઈન્ટફેસ એટલે કે UPI સર્વર ડાઉન થયા હતા જેના કારણે મોટા ભાગના લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. કારણકે આજકાલ લોકો 10 રૂપિયાની વસ્તુ પણ ઓનલાઈન ખરીદતા થઈ ગયા છે.

અંદાજે એક કલાક સુધી UPI સર્વર ડાઉન રહ્યું હતું. જેના કારણે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, અને એમઝોન જેવી એપ્લીકેશનો પર યુપીઆઈ પેમેન્ટથી ટ્રાન્ઝેકશન અટકી ગયા હતા. આ મામલે યુપીઆઈને ડેવલપ કરવા વાળી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે  NPCI દ્વારા સામેથીજ માહિતી આપવામાં આવી છે. 

NPCI દ્વારા સામેથી માહિતી આપીને કહેવામાં આવ્યું કે સર્વર ડાઉન થયું હતું. પરંતુ હવે આજે યુપીઆઈ સર્વિસ ઓપરેશનલ થઈ ચુકી છે. સર્વિસ ડાઉન થવાને કારણે ગ્રાહકોએ આજે ટ્વીટર પર ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમા લોકોએ એવી ફરિયાદ કરી હતી કે યુપીઆઈથી પેમેન્ટ કરવામાં તકલીફ થઈ રહી છે. સાથેજ કેટલાય લોકોએ એવી પણ ફરિયાદ કરી કે તેમનું પેમેન્ટ અટકી પડ્યું હતું જેના કારણે તેઓ ઘણા હેરાન થયા હતા. 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સાંજે 5.18 વાગ્યે એનપીસીઆઈ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે ટેક્નીકલ ખામીને કારણે યુપીઆઈ યુઝર્સને અસુવિધા થઈ હતી જે વાતનું અમને દુખ છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે UPI સર્વિસ હવે કામ કરી રહી છે. અને અમે સિસ્ટમ પર ઝિણવટ પૂર્વક નજર રાખી રહ્યા છે.

(12:00 am IST)