Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચૂંટણી પંચે નવો આદેશ આપ્યો

પાંચ રાજ્યોમાં વેકસીન સર્ટી પરથી હટશે પીએમ મોદીનો ફોટો

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, માત્ર એમના માટે જ આદેશ આપવામાં આવ્યો છે

નવી દિલ્હી,તા. ૧૦ : કોરોના મહામારીની ત્રીજી લહેરની ઝપેટમાં આવી ચૂકેલા ભારતમાં આગામી સમયમાં પાંચ રોજયોની વિધાનસભા ચૂંટણી થનારી છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ આ પાંચેય રાજય ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણી માટે તબક્કાવાર તારીખો જાહેર કરી દીધી છે.

આ દરમિયાન લાગુ કરવામાં આવેલી આચાર સંહિતા હેઠળ હવે ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ચૂંટણી પંચે નવો આદેશ આપીને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અપાતા વેકસીન સર્ટીફિકેટ પરથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દેવાનો આદેશ આપ્યો છે. માહિતી અનુસાર આચાર સંહિતા લાગુ થવાને લીધે ચૂંટણી પંચે આ આદેશ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચના આદેશ પછી કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલય પીએમ મોદીના ફોટાને વેકસીન સર્ટી પરથી હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરુરી ફિલ્ટરને લગાવશે.

ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે, ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ વચ્ચે સાત તબક્કામાં મતદાન યોજાશે. પરિણામ માટે મત ગણતરી ૧૦ માર્ચે થશે. ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી દ્યાતક લહેર બાદથી દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં વધી રહેલા કેસ વચ્ચે પણ રસીકરણને ગતિમાન બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ગંભીર સમયમાં કોરોનાની રસી લઇ લીધા પછી ફાળવવામાં આવતું પ્રમાણપત્ર અત્યંત મહત્વનું દસ્તાવેજ પૂરવાર થઇ ગયું છે. રસીકરણ સર્ટીફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેને પાંચ રાજયો માટે હટાવવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યા છે.

આ પહેલા માર્ચ ૨૦૨૧માં સ્વાસ્થ મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદ પછી ચૂંટણી પંચના આદેશ પર અસામ, કેરલ, તામીલાનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડેચેરીમાં ચૂંટણી દરમિયાન આ પ્રકારનો પગલુ લીધુ હતું.

(10:27 am IST)