Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રોહિણી નક્ષત્ર, બ્રહ્મયોગ, બાલવ કરણમાં મકરસંક્રાંતિ

૧૪ જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ વાગ્યે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે ઉજવાશે દાનનું પર્વ : સંક્રાંતિ સ્વરૂપ જોતા સારો વરસાદ પડવાનો મત, સંક્રાંતિ સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ મોંઘી થશે

નવી દિલ્હી તા. ૧૦ : પતંગરસિયાઓનુ માનીતું પર્વ ઉત્તરાયણની ૧૪ જાન્યુઆરીએ ઉજવણી થશે. પર્વની ઉજવણીને લઇને પતંગબજારમાં રવિવારે ભીડ દેખાઇ હતી. બીજી બાજુ ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવતા પર્વ મકરસંક્રાંતિની પણ પરંપરાગત રીતે ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે મુજબ, આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ વાગ્યે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે. એ જોતા રોહિણી નક્ષત્ર, બ્રહ્મયોગ અને બાલવ કરણમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થશે.

હિન્દુ સમુદાયની પરંપરા, સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરાઇ છે. તે દિવસે દાન, પુણ્ય, સેવાકાર્યનું પણ ભારે મહત્ત્વ આંકવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૪ જાન્યુઆરીના શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. તે સાથે જ ધનારક એટલે કે કમુરતા પૂરા થશે અને માંગલિક કાર્યોનો આરંભ થશે. શુક્રવારે રાત્રિએ ૮.૧૮ વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ ધનારક પૂરા થશે. કળકળતો ખીચડો ઉતરે, દાન પર્વ, ગંગા સાગર ત્રિવેણી સંગમ, સ્નાન પર્વ, સૂર્ય પૂજાની ઉજવણી થશે. શુક્રવારે બપોરે ૨.૩૦થી રાત્રિએ ૮.૨૩ વાગ્યા સુધીનો મહાપુણ્યકાળ ગણાશે.(૨૧.૧૫)

સંક્રાંતિનું વાહન વાઘ,વસ્ત્ર પીળા કપડાં અને હાથમાં આયુધ ગદા

સંક્રાંતિની ઉજવણી સાથે તેના સ્વરૂપનું પણ ઘણું મહત્ત્વ છે. આ વર્ષ સંક્રાંતિનું વાહન વાઘ, ઉપવાહન અશ્વ, પીળા કપડા પહેરેલ છે. હાથમાં આયુધ ગદા ધારણ કરેલ છે. જાતિ સર્પ છે. કેશરનું તિલક કરેલ છે. તે બેઠેલી અવસ્થામાં છે. મોતીના આભૂષણ ધારણ કર્યા છે. નક્ષત્રનામ નંદા છે. ઉત્ત્।રમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે. તેની દૃષ્ટિ નેઋત્ય દિશા તરફ છે. મુખ પૂર્વ તરફ છે. જેથી ઉત્ત્।ર અને નેઋત્ય દિશાના લોકોને સુખ મળશે

સંક્રાંતિ નિમિત્ત્।ે સૂર્યનારાયણને જળ–દૂધનો અભિષેક ફળદાયી

સંક્રાંતિનું સ્વરૂપ જોતા સારો વરસાદ પડે, વાઘ-અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય, પીળી વસ્તુઓમાં હળદર-સોનું, ચણાદાળ વગેરેના ભાવ વધવાની શકયતા છે. આ દિવસે દાન, સેવાકાર્યો સાથે સૂર્યનારાયણને જળ-દૂધનો અભિષેક કરવો ફળદાયી છે.

વર્ષમાં આવતી ૧૨ સંક્રાંતિ પૈકી મકરસંક્રાંતિ સૌથી મહત્ત્વની

મકરસંક્રાંતિ સૌથી મોટી હોવાથી તેનો મહિમા ઔર વધી જાય છે. ધનારક બાદ સૂર્ય પોતાના દુશ્મન શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી પોંગલ સહિતના પર્વોની શરૂઆત થાય છે અને તે દોર હોળી સુધી ચાલે છે.

(10:55 am IST)