Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા ચાલુઃ ૪૦૦ રસ્તાઓ બંધ

નયનરમ્ય ટૂરિસ્ટ રિસોર્ટ કુફરીમાં રાજ્યમાં સૌથી વધુ ૫૫ સેમી હિમવર્ષાઃ ડેલહાઉંસીમાં ૩૦ સેમીઃ કલ્પામાં ૨૧.૬ સેમીઃ શિમલામાં ૧૫ સેમી બરફ પડ્યો

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં   મધ્યમથી ભારે હિમવર્ષા ચાલુ રહી છે ૪૦૦થી વધુ રસ્તાઓ  બંધ થઈ ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
કિન્નૌર જિલ્લાના રસ્તાઓ અને શિમલા જિલ્લાના નગરો જેમ કે નારકંડા, જુબ્બલ, ખારાપથર, રોહરુ અને ચોપાલના રસ્તાઓ પર ભારે બરફના ઢગલાથી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નયનરમ્ય ટૂરિસ્ટ રિસોર્ટ કુફરીમાં રાજ્યમાં સૌથી વધુ ૫૫ સેમી હિમવર્ષા નોંધાઈ હતી, તે પછી ડેલહાઉંસીમાં ૩૦ સેમી, કલ્પામાં ૨૧.૬ સેમી, શિમલામાં ૧૫ સેમી અને મનાલીમાં ૨ સેમી હિમવર્ષા થઈ હતી.
રાજ્યની રાજધાની સિમલામાં માઈનસ ૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કુલ્લુ, ચંબા, સિરમૌર, શિમલા, મંડી,  કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ સહિતના ઉંચ્ચ  વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે.


 

(2:45 pm IST)