Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કિશોરોમાં હાર્ટની સમસ્યાનો સંકેતઃ સ્ટડીમાં દાવો

યુકેમાં વેકિસન બાદ માયોકાર્ડિટિસના લક્ષણ દેખાયાઃ હ્દયના સ્નાયુઓમાં સોજો આવી જાય છે, જેથી છાતીમાં દુખાવો અને શ્વાસ પણ ફુલવા લાગે : બાળકોમાં કોરોના વેકિસનની સાઇડ ઇફેકટ સામે આવી

નવી દિલ્હી,તા. ૧૦: કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે. વધારેથી વધારે વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યુ છે જેથી આ સંક્રમણ સામે લડી શકાય.
દુનિયાના કેટલાક દેશોમાં બાળકોને વેક્સિન લગાવવાની મંજૂરી મળી ચૂકી છે. આ દરમિયાન હવે પ્ર‘ એ ઉંઠે છે કે શુ કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે? આ પ્ર‘ એટલે ઉંઠી રહ્યો છે કેમ કે યુકેમાં કેટલાક એવા કેસ સામે આવ્યા છે, જેમાં બાળકોને વેક્સિન લીધા બાદ હાર્ટ સંબંધિત સમસ્યા થઈ છે.
કોરોના વેક્સિન લીધા બાદ કિશોરોમાં હાર્ટની સમસ્યા જોવા મળી છે. જોકે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપ વચ્ચે ૧૨-૧૫ વર્ષના લાખો બાળકોને કોરોનાનો બીજો ડોઝ પણ લાગવાનો શરૂ થઈ ગયો છે, પરંતુ એક શોધમાં કેટલાક કિશોરોમાં હાર્ટની સમસ્યાનો સંકેત તમામની ચિંતા વધારી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, યુકેમાં વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ જોવા મળ્યા છે. જયાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવી જાય છે. જેનાથી છાતીમાં દુખાવો અને શ્વાસ પણ ફૂલવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પુરુષોમાં મહિલાઓની તુલનામાં માયોકાર્ડિટિસથી પ્રભાવિત થવાની સંભાવના વધારે હોય છે.

 

(2:47 pm IST)