Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિલ્‍હીમાં કોરોના ગાંડોતૂરઃ એડીશ્‍નલ કમિશ્‍નર સહિત ૧ હજાર પોલીસ કર્મચારીને કોરોના

દિલ્‍હીમાં કોરોનાએ ભુકંપ સર્જર્યો છે. ફરી એકવાર પાટનગરમાં કોરોના વાયરસ રોંદ્ર સ્‍વરૂપ બતાવી રહયું છે ત્‍યારે દિલ્‍હી પોલીસના જનસંપર્ક અધિકારી અને એડીશ્‍નલ કમિશ્‍નર ચીન્‍મય બિસ્‍વાલ સહિત એક હજાર પોલીસ જવાનો કોરોનાથી સંકમીત થયા છે બધાને આઇસોલેટ કરી દેવાયા છે. દિલ્‍હી પોલીસમાં ૮૦ હજારથી વધુ કર્મી.ઓ છે,  દરમિયાન દિલ્‍હીમાં માસ્‍ક નહિ પહેરવાવાળાની સંખ્‍યા વધતી જાય છે લગભગ ૫ હજાર લોકોને દંડ ફરવામાં આવ્‍યો છે. દિલ્‍હીમાં અત્‍યારે ૪૪ કોરોના દર્દી વેન્‍ટીલેટર ઉપર છે અને ૧૬૧૮ દર્દી હોસ્‍પિટલમાં છે. કોરોના પોઝીટીવીટીનો દર ૨૩.૫૩ ટકા થયો છે. પ્રત્‍યેક ૧૦૦ કોરોના ટેસ્‍ટમાં ૨૩થી વધુ લોકોને કોરોના આવી રહયો છે.

 

(4:11 pm IST)