Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હવે એર ઈન્ડિયાના મુસાફરો કોરોનાને કારણે તેમની મુસાફરીની તારીખ બદલી શકે: કોઈ ચાર્જ નહીં લાગે

તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે તારીખ અથવા ફ્લાઇટ નંબરમાં એક વખત મફત ફેરફાર કરવાની સુવિધા આપી

નવી દિલ્હી :સરકારી માંથી ખાનગી થવા જઈ રહેલી એર ઇન્ડિયાએ કોરોના સંકટમાં મુસાફરોને મોટી રાહત આપી છે.એર ઇન્ડિયાએ ભારતમાં વધતા કોરોના કેસોને કારણે અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે તારીખ અથવા ફ્લાઇટ નંબરમાં એક વખત મફત ફેરફાર કરવાની સુવિધા આપી છે. એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. હવે એર ઈન્ડિયાના મુસાફરો કોરોનાને કારણે તેમની મુસાફરી બદલી શકે છે.

એરલાઈન્સની આ નવી સુવિધાને કારણે મુસાફરોને કોઈ તકલીફ નહીં પડે. એક ટ્વીટમાં, એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ડોમેસ્ટિક મુસાફરો 31 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં પુષ્ટિ થયેલ મુસાફરી સાથે તારીખ અથવા ફ્લાઇટ નંબર બદલી શકે છે. એર ઈન્ડિયાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં વધારાને કારણે તાજેતરની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ 31.03.22ના રોજ અથવા તે પહેલાંની કન્ફમ થયેલ મુસાફરી સાથેની તમામ ડોમેસ્ટિક ટિકિટો (098) માટે તારીખ અથવા ફ્લાઇટ નંબર બદલવા માટે 'One Free Change' ઑફર કરી રહી છે.

કેન્દ્રએ શુક્રવારે પણ 11 જાન્યુઆરીથી આગળના આદેશો સુધી દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય આગમન માટે સાત દિવસની હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત જાહેર કરી હતી. એરલાઇન ઉદ્યોગ દબાણ હેઠળ તમને જણાવી દઈએ કે કોરોના કેસોમાં ભારે વધારા સાથે એરલાઈન ઈન્ડસ્ટ્રી ભારે દબાણમાં આવી ગઈ છે. બજાર હિસ્સાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ કહ્યું કે તે કોરોના મહામારીના ચાલુ લહેરને કારણે તેની ક્ષમતામાં 20 ટકાનો ઘટાડો કરશે.

યાત્રા શરૂઆતના ઓછામાં ઓછા 72 કલાક પહેલા ફ્લાઇટ રદ કરવામાં આવશે અને ગ્રાહકોને મુસાફરી માટે આગલી ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવશે. પ્લાન B હેઠળ તેમની મુસાફરી પણ બદલી શકાય છે. પ્લાન B વિશેની માહિતી ઈન્ડિગોની વેબસાઈટ પર આપવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કંપની 31 જાન્યુઆરી સુધી મુસાફરો પાસેથી કોઈ 'ચેન્જ ફી' વસૂલશે નહીં. જો પેસેન્જર્સ ઈચ્છે તો તેમની જરૂરિયાત મુજબ તે જ પૈસાથી 31 જાન્યુઆરી સુધી અન્ય કોઈપણ ફ્લાઈટમાં ટિકિટ લઈ શકશે. આ માટે કોઈ ચેન્જ ફી લેવામાં આવશે નહીં. ઇન્ડિગો, જેની પાસે 275 થી વધુ એરક્રાફ્ટનો કાફલો છે, ડિસેમ્બરમાં તેઓએ દરરોજ લગભગ 1,500 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. નવેમ્બરમાં એરલાઇનનો સ્થાનિક બજાર હિસ્સો 54.3% હતો.

સ્પાઇસજેટે પણ 31 જાન્યુઆરી સુધી ચેન્જ ફી માફ કરી દીધી છે. જે યાત્રીઓ કોરોનાને કારણે પોતાનો પ્રવાસ પ્લાન બદલી રહ્યા છે, તેઓ 31 જાન્યુઆરી સુધી અન્ય કોઈપણ ફ્લાઈટમાં કોઈપણ અન્ય તારીખ માટે ટિકિટ લઈ શકે છે. ઇચ્છિત સીટ લેવા માટે, મુસાફરોને ચાર્જમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

(12:08 am IST)