Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ટોચનો માઓવાદી મિસિર બેસરા સલામતીદળો સામે અથડામણ પછી જંગલના ઊંડાણમાં ગાયબ

ઝારખંડ પોલીસ અને CRPF દ્વારા 'સર્ચ-ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું

ચૈબાસા:સીપીઆઈ (માઓઈસ્ટ) પોલિટ-બ્યુરોના સભ્ય મિસિર બેસરા અને તેમની ટુકડી ઝારખંડના 'વેસ્ટ-સિંગભૂમ' જિલ્લામાં ઝારખંડ પોલીસ અને CRPF સામેના એન્કાઉન્ટર પછી જંગલનાં ઊંડાણમાં સરકી ગઈ હતી.

આ માહિતી આપતાં પોલીસ સાધનો જણાવે છે કે એ બાતમીના આધારે ઝારખંડ પોલીસ અને CRPF દ્વારા 'સર્ચ-ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે તે નકસલવાદીઓએ તેમની ઉપર ગોળીબારો શરૂ કર્યા હતા. તેથી સલામતી દળોએ સામા ગોળીબારો કરતા જબરજસ્ત 'યુદ્ધ' જ જામી પડયું હતું. આ ઘટના ઝારખંડના ટોન્ટો પોલીસ સ્ટેશન નીચેનાં તુમ્બાહકા અને સરજામબુરૂ વચ્ચે રવિવારે બની હતી.

આ સંબંધે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજય લીન્ડાએ જણાવ્યું હતું કે, સામું 'યુદ્ધ' અપાતાં જોસરા અને તેની ટુકડી ગાઢ જંગલમાં સરકી ગઈ હતી. પરંતુ આ અથડામણમાં કોઈ જાનહાની થઈ નથી. તેમ કહેતાં પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ઘટના પછી પણ સર્ચ-ઓપરેશન તો ચાલુ રાખવામાં આવ્યું જ છે.

(12:28 am IST)