Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

૨૪ સુધી સોનિયાજીના જમાઈ અને વેવાણની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

ઈ.ડી.એ હાઈકોર્ટને કહ્યું કે પૂછપરછ માટે રોબર્ટ વાડ્રાની કસ્ટડી જરૂરી છે

જોધપુર (રાજસ્થાન):. રાજસ્થાન હાઈકોર્ટમાં સ્કાઈ લાઈટ હોસ્પિટાલીટી એલએલપી કંપનીની અરજી ઉપર હવે પછીની સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ હાથ ધરાશે, ત્યાં સુધી કંપનીના ભાગીદાર રોબર્ટ વાડ્રા અને તેમની માતા મોરીન વાડ્રાની ધરપકડ ઉપર આ પહેલા કોર્ટે આપેલ મનાઈ હુકમ ૨૪ સુધી ચાલુ રહેશે. ન્યાયાધીશ ડો. પુષ્પેન્દ્રસિંહ ભાટીની એક જજની હાઈકોર્ટ બેન્ચમાં સ્કાઈ લાઈટ હોસ્પિટાલીટી ઉપર મહેન નાગર તરફથી દાખલ અરજીની સુનાવણી થવાની હતી. પરંતુ સમયના અભાવે તે શકય બનેલ નહિ. કોર્ટે હવે પછીની સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ રાખી છે. ઈડીએ પોતાની અરજીમાં રોબર્ટ વાડ્રાને પોતાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરૂરત બતાવી હતી.

(11:35 am IST)