Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પાકિસ્તાનમાં ખંડિત કરાયેલ હિન્દૂ મંદિરનો પુનરોધ્ધાર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ : ખૈબર પખ્તુનખા રાજ્યમાં આવેલું એકસો વર્ષ જૂનું હિન્દૂ મંદિર કટ્ટરવાદીઓએ તોડી પાડયું હતું : કેટલા આરોપીઓને ગિરફ્તાર કર્યા તે જણાવો : કેટલા સમયમાં પુનરોધ્ધારનું કામ પૂરું થશે તેનો અંદાજ આપો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતમાં આવેલું એકસો વર્ષ જૂનું હિન્દૂ મંદિર કટ્ટરવાદીઓએ તોડી પાડી તેને નુકશાન પહોચાડ્યું હતું.જેનો માત્ર પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વિરોધ થયો હતો.
ઉપરોક્ત મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને હુકમ કરી જણાવ્યું છે કે ખંડિત કરાયેલા હિન્દૂ મંદિરનો પુનરોધ્ધાર કરો.તેમજ આ મામલે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે તે જણાવો .તેમજ મંદિરનો પુનરોધ્ધાર કેટલા સમયમાં કરવામાં આવશે તેનો અંદાજ આપો.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે મંદિર ઉપર હુમલો કરનારાઓ પાસેથી પુનરોધ્ધારનો ખર્ચ વસુલ કરો જેથી બીજી વખત આવી બીના બનતી અટકાવી શકાય .

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસમાં પાકિસ્તાનની કટ્ટરપંથી જમિયત ઉલેમા એ ઇસ્લામ પાર્ટીએ મંદિર ઉપર હુમલો કર્યો હતો.તેવું એ.ટી.ના અહેવાલોને ટાંકી  એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:39 am IST)