Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

યુ.પી.માં પોલીસની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર : દારૂના અડ્ડા ઉપર છાપો મારનાર પોલીસની હત્યા કરી સબ ઈન્સ્પેક્ટરને ઘાયલ કર્યા હતા

લખનૌ : યુ.પી.ના કાસગંજમાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડનાર પોલીસ પાર્ટી ઉપર ગોળીબાર કરી એક કોન્સ્ટેબલની હત્યા કરવાનો તથા એક સબ ઈન્સ્પેક્ટરને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપી એલકાર એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

ઉલ્લેખનીય છે કે દારૂના અડ્ડા ઉપર છાપામારી વખતે પોલીસ તથા અડ્ડાના માણસો વચ્ચે સામસામા ગોળીબાર થયા હતા.જે પૈકી પોલીસનું ઢીમ ઢાળી દેનાર આરોપી એલકાર માફિયા કિંગનો ભાઈ હતો.તેવું ધ.ટી. દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)