Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મેડ ઇન ઇન્ડીયા : દેશી ''એપ'' છવાયા

ચીની એપ્લીકેશનની ભારતમાં માર્કેટ ભાગીદારીમાં ૨૦૨૦માં ઘટાડો થયો છે. જયારે ઈન્સ્ટોલની સંખ્યાના આધાર પર દેશી એપની બોલબાલા વઘી છે. મોબાઈલ કાર્ય સંબંધ અને માર્કેટિંગ વિશ્લેષણની વૈશ્વિક સંસ્થા એપ્સફ્લાયરની રિપોર્ટ 'ભારતમાં ૨૦૨૧માં એપ માર્કેટિંગ વિશ્લેષણની સ્થિતી' માં કહેવાયુ છે કે, અર્ઘ-શહેરી ક્ષેત્રોની મદદથી ભારતની એપ અર્થવ્યવસ્થામાં વધારો થયો અને  વિદેશી કંપનીઓને પછાડીને મોબાઈલ બજાર ભાગીદારીમાં ઘરેલુ એપે પોતાનું વર્ચસ્વ બનાવ્યુ છે.

એપ્સફ્લાયરના પ્રાદેશિક મેનેજર સંજય ટ્રાઇસેલે કહ્યું હતું કે, ચાઇનીઝ એપ્લિકેશનનો કુલ બજાર હિસ્સો (૨૯ ટકા) નોંધપાત્ર રીતે નીચે આવી ગયો છે, જ્યારે ભારતીય એપ્લિકેશન ૨૦૨૦માં તકનો લાભ ઉઠાવી ચૂકી છે અને તેનો બજાર હિસ્સો ૪૦ ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે આ ઝડપથી વિકસતા માર્કેટમાં ઇઝરાઇલ, અમેરિકા, રશિયા અને જર્મનીની એપ્લિકેશન ઝડપથી આગળ વધી છે.

(3:11 pm IST)