Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

લદ્દાખ સરહદ પર ભારત - ચીનની દરેક સ્થિતિ પર નજર

અમેરિકન વિદેશ મંત્રાલયે આપેલા નિવેદનથી ડ્રેગનના ઇરાદાને લાગશે જોરદાર આંચકો

વોશિંગ્ટન તા. ૧૦ : છેલ્લા આશરે એક વર્ષથી ભારત અને ચીન વચ્ચે લદાખમાં સરહદને લઈને વિવાદ થઈ રહ્યો છે અને ડ્રેગનની નજર ભારતની જમીનો પર છે ત્યારે જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે આટલા મહિનાઓ બાદ પણ વિવાદનો ઉકેલ આવી શકયો નથી ત્યારે અમેરિકાની સત્ત્।ામાં ફેરફાર બાદ બાયડન સરકાર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકાની નજર ભારત અને ચીન વચ્ચે સરહદની પરિસ્થિતિ પર છે આ સિવાય ચીન પર અમેરિકાએ એવું નિવેદન આપ્યું છે કે ડ્રેગનના ઈરાદાઓને જોરદાર ઝટકો લાગ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર શાંતિપૂર્ણ વાતનું સમર્થન કરીએ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા નેડ પ્રાઇસે વધુમાં કહ્યું કે પડોશીઓને ધમકાવવાની ચીની નીતિથી અમે ચિંતિત છે અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમૃદ્ઘિ અને સુરક્ષાને વધારવા માટે પોતાના મિત્રો સાથે અમે હંમેશા ઊભા રહીશું.

નોંધનીય છે કે પૂર્વી લદાખ વિસ્તારમાં મે મહિનાથી જ સરહદનો વિવાદ ચાલી રહ્યો છે અને ભારત અને ચીનની સેના વચ્ચે નવ વાર વાતચીત કરવામાં આવી છે જેમાં બંને સેનાઓ દ્વારા વિવાદને ઓછો કરવા માટે ચર્ચા કરવામાં આવી જોકે ચીન પોતાની અવળચંડાઇમાંથી ઊંચું ન આવતા આ વિવાદનો ઉકેલ આવી શકયો નથી અને બીજી તરફ ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પણ અવારનવાર ભારતને ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે હવે અમેરિકાના આ નિવેદન બાદ ચીની સરકારને ઝટકો લાગ્યો છે.

(3:19 pm IST)