Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રેસ્‍ક્‍યુ ઓપરેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચઃ સંરક્ષણ મંત્રાલય તેની માટે રાજ્‍ય સરકારને બિલ મોકલે છેઃ કેદારનાથ આફતમાં રૂા.356.79 કરોડનો ખર્ચ થયો હતો

નવી દિલ્હી: દેશમાં કોઇ પણ મુશ્કેલી આવે ભારતીય સેના, નેવી અને એરફોર્સ તેની સામે લડવા હંમેશા તૈયાર રહે છે. તાજેતરમાં જ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા મોટી આફત આવી હતી. આ ભયાનક દૂર્ઘટનામાં 206 લોકો ગાયબ થઇ ગયા હતા. જેમાં ત્રણ દિવસમાં 31 લોકોના શબ મળી ચુક્યા છે બાકી 175ની હજુ સુધી કોઇ ખબર પડી નથી. ત્યા સતત રેસક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. આ પહેલા કેરળ, કેદારનાથ અને જમ્મુ કાશ્મીરમાં આવેલા પૂર સમયે પણ રેસક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. એક રેસક્યૂ ઓપરેશનમાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે. સંરક્ષણ મંત્રાલય તેની માટે રાજ્ય સરકારને બિલ મોકલે છે.

લોકસભામાં આપવામાં આવેલી જાણકારી અનુસાર સંરક્ષણ મંત્રાલય કુદરતી આફત દરમિયાન કરવામાં આવેલા કામનું બિલ રાજ્ય સરકારને મોકલે છે. રાજ્ય સરકાર બિલને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડને આપે છે. જ્યા ગૃહમંત્રાલયની પરવાનગી મળતા જ બિલના પૈસા રાજ્ય સરકારને મળી જાય છે. નિયમ અનુસાર ચુકવણી માટે સંરક્ષણ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં રહે છે.

કેદારનાથ આફતમાં ખર્ચ થયા 356.79 કરોડ રૂપિયા

વર્ષ 2019માં આરટીઆઇથી મળેલી એક જાણકારી અનુસાર કેદારનાથ આફતમાં આર્મી અને એરફોર્સે મળીને કેટલાક દિવસ સુધી રેસક્યૂ ઓપરેશન ચલાવ્યુ હતું. ઓપરેશનમાં માણસો સાથે જાનવરોને પણ સુરક્ષિત જગ્યાએ પહોચાડવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં સેનાનું 91.33 કરોડ અને એરફોર્સનું 265.45 કરોડ એટલે કુલ 356.79 કરોડનું બિલ બન્યુ હતું.

કેરળ આફતમાં 105.77 કરોડ ખર્ચ થયા

2018માં કેરળમાં આવેલા પૂરના સમયે મદદ માટે આર્મી અને એરફોર્સ આવી હતી. એરફોર્સના વિમાનોએ સતત ઉડાન ભરતા પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. આરટીઆઇ અનુસાર આ પ્રલયથી લડવા માટે નેવીને 3.18 કરોડ અને વાયુસેનાને 102.59 કરોડનું બિલ બન્યુ હતું.

(5:04 pm IST)