Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ટ્વિટરની આનાકાની પર કડક કાર્યવાહીની તૈયારી :સરકારની સ્પષ્ટ વાત- કરવું પડશે કાયદાનું પાલન

ભારતમાં કારોબાર કરવા માટે તેણે ભારતની બંધારણીય કમિટીના નિર્દેશનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે

 

નવી દિલ્હીઃ ટ્વિટર હેન્ડલ પર ફાર્મર્સ જેનોસાઇડ હેશટેગ સાથે જોડાયેલ બધી યૂઆરએલને બ્લોક કરવામાં આનાકાની પર સરકાર ટ્વિટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. સરકારનું કહેવું છે કે ટ્વિટર સરકારના નિર્દેશનું પાલન પૂરી રીતે કરી રહ્યું નથી, જેને સ્વીકારી લેવાય નહીં. ટ્વિટરને માહિતી ટેકનોલોજી એક્ટ (આઇટી એક્ટ) હેઠળ રચાયેલી કમિટી તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જેનું પાલન 48 કલાકમાં થઈ જવું જોઈએ.

મોડી સાંજે ટ્વિટરના ટોપના મેનેજમેન્ટની ભલામણ પર આઇટી સચિવે તેની સાથે વર્ચ્યુઅલી મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે ટ્વિટરને કહેવામાં આવ્યું કે, ભારતના કાયદાનું પાલન કરવું પડશે અને ભારતીય વ્યવસ્થાઓ પ્રમાણે અહીં કારોબાર કરવો પડશે. આમ કરવા પર આઇટી કાયદાની કલમ 69 હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેમાં જેલની સજાની પણ જોગવાઈ છે.

ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના ટેક્નોલોજી મંત્રાલયે માઇક્રોબ્લોગિંગ સાઇટને સ્પષ્ટ જણાવી દીધું છે કે અડધા નિર્દેશોનું પાલન કરવાથી કામ નહીં ચાલે અને ભારતમાં કારોબાર કરવા માટે તેણે ભારતની બંધારણીય કમિટીના નિર્દેશનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે. અચરજની વાત છે કે મુલાકાત પહેલા ટ્વિટર તરફથી ફરીથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું

 

(11:59 pm IST)