Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચીનનો મુકાબલો કરવા અને ભારતને સમર્થન આપવા અમેરિકાની સંસદમાં બિલ પેશ કરાયું : સેનેટની ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન રોબર્ટ મેનેનડેઝએ સ્ટ્રેટેજિક કોમ્પિટિશન એકટ 2021 રજૂ કર્યો

વોશિંગટન : અમેરિકાની સેનેટની ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન રોબર્ટ મેનેનડેઝએ સંસદમાં સ્ટ્રેટેજિક કોમ્પિટિશન એકટ 2021 રજૂ કર્યો છે.જેમાં ચીનનો મુકાબલો કરવા અને ભારત સહિતના દેશોને સમર્થન આપતો ઠરાવ રજૂ કર્યો છે.

આ ઠરાવ અંતર્ગત ચીન સાથેની સ્પર્ધામાં અમેરિકાની રાષ્ટ્રીય તથા આર્થિક સુરક્ષા વધારવા સમર્થ બનવું જરૂરી હોવાનું જણાવ્યું છે.જે માટે ભારત સહિતના દેશોને સમર્થન આપવા ઉપર ભાર મુકાયો છે.

14 એપ્રિલના રોજ બિલ ઉપર મતદાન થશે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:36 pm IST)