Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભારતીય નાગરિક સાથે તલ્લાક લીધા પછી વિદેશીને ઓ.સી.આઈ.દરજ્જો નથી મળી શકતો : કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર સમક્ષ કરેલો ખુલાસો

ન્યુદિલ્હી : ભારતીય નાગરિક સાથે તલ્લાક લીધા પછી વિદેશીને ઓ.સી.આઈ.દરજ્જો મળી શકતો નથી.તેવી ચોખવટ તાજેતરમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ બેલ્જીયમના બ્રસેલ્સ સ્થિત મહિલાએ 2006 ની સાલમાં ભારતીય નાગરિક સાથે લગ્ન કરી  પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન (પીઓઆઇ) કાર્ડ મેળવ્યું હતું. બાદમાં તેણે 2011 ની સાલમાં તેના પતિ ભારતીય નાગરિક સાથે છૂટાછેડા લીધા હતા. તેથી તેને અપાયેલ પીઆઈઓ કાર્ડ રદ કરાવવું જોઈએ, પરંતુ તે સમયે તે કરવામાં આવ્યું ન હતું.

ગૃહ મંત્રાલયે બેલ્જિયમના બ્રસેલ્સ સ્થિત ભારતીય દૂતાવાસના નિર્ણયનો બચાવ કર્યો હતો, જેમાં બેલ્જિયન મહિલાને ભારતીય પુરુષ સાથે તેના લગ્ન સમાપ્ત થયા પછી તેનું ઓસીઆઇ કાર્ડ પાછું આપવાની સૂચના આપી છે.જેના અનુસંધાને જણાવ્યું હતું કે આવા વિદેશી નાગરિકોના ઓસીઆઈ કાર્ડધારકને રદ કરવાની જોગવાઈ છે કારણ કે તેઓ હવે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ પાત્ર નથી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)