Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

IPL 14મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો પરાજય : રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો શાનદાર વિજય

એબી ડિવિલિયર્સે 28 બોલમાં 47 રન બનાવી ટીમને જીત અપાવી

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ IPL મેંચમાં હરાવી વિજય મેળવ્યો છે. 60 રનનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એબી ડિવિલિયર્સે શાનદાર બેંટીગ કરી હતી. એબીએ 28 બોલમાં 47 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

આજથી વિશ્વની સૌથી મોટી T20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. 14મી સીઝનની આજે પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો શાનદાર વિજય થયો છે. બેંગલોર વતી પોતાની પ્રથમ મેચ રમી રહેલો રજત પાટીદાર નિષ્ફ્ળ રહ્યો હતો. તેણે 8 બોલમાં 8 રન કર્યા હતા. તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો.વોશિંગ્ટન સુંદર કૃણાલ પંડ્યાની બોલિંગમાં શોર્ટ-થર્ડ મન પર ક્રિસ લિનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 10 રન બનાવ્યા હતા. વી. સુંદર શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં રોહિત શર્માએ સેકન્ડ સ્લીપમાં તેનો સરળ કેચ છોડ્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નઈના એમ. ચિદમ્બરમબ સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 159 રન કર્યા છે. તેમના માટે ક્રિસ લિને 49, સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બેંગલોર માટે હર્ષલ પટેલે 5 વિકેટ, જ્યારે કાયલ જેમિસન અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી.

(12:35 am IST)