Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ધીમુ રસીકરણ... કોરોનાના કેસ વધવા લાગતા આવતા કેટલાક મહિનાઓ ભારત માટે નાજુક

અપરિપકવ આર્થિક સુધારા સામે પડકાર ઉભા થઇ રહ્યા છે

નવી દિલ્હી તા. ૧૦ : આવનારા કેટલાક મહિના નાજૂક છે. આનાથી અપરિપકવ આર્થિક સુધારાની સામે પડકાર ઉભા થઈ રહ્યા છે. આવું કહ્યું છે અર્થવ્યવસ્થાનું વૈશ્વિક આકલન કરનારી ફર્મ ઓકસફોર્ડ ઈકોનોમિકસનું. ફર્મે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અનુભવના આધાર પર જોવામાં આવે તો ભારતમાં રસીકરણની સ્પીડ ઘણી ધીમી છે અને સંક્રમણ ફેલાતુ રોકવા માટે આ પુરતુ નથી.

ઓકસફોર્ડ ઈકોનોમિકસે કહ્યું કોરોનાની અસર ઘણી મર્યાદિત છે અને અર્થવ્યવસ્થાથી ઝૂઝારૂ ક્ષમતા દેખાડી રહી છે. પરંતુ નીતિ- નિર્માતાઓની સામે હવે જરા પણ સાવચેતીની આશા બચી નથી. રાજય સરકારો આ વખતે લોકડાઉનથી બચી રહી છે. તેવામાં આ વખતનો આર્થિક બાબતો પર અસરો ગત વર્ષના બીજા કવાર્ટરની સરખામણીએ ઓછી રહેશે. જો સ્વાસ્થ્યની સ્થિતિ ઉલ્લેખનીય રીતે ખરાબ થાય છે અને વ્યાપક રૂપે સખત અંકુશ લગાવવામાં આવે છે તો ૨૦૨૧ના પહેલી છમાહી માટે અમારૂ અનુમાન પ્રભાવિ હોઈ શકે છે. ગત મંગળવારે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે ૨૦૨૧માં ભારતના પ્રભાવી વિકાસ દર ૧૨.૫ ટકાની આશા વ્યકત કરી હતી.

વૈશ્વિક પૂર્વાનુમાન કંપનીએ કહ્યું કે બીજી લહેર વધારે વ્યાપક થઈ રહી છે. જેનાથી આગામી દિવસોમાં આવન જાવનના સ્તર પ્રભાવિત થશે. જો કે અમે આશા રાખીએ છીએ કે આ વખતે ભારતીય અર્થવ્યવસ્થામાં ૨૦૨૦ની સૌથી મોટી નાટકીય ઘટાડો નહીં આવે. હજું લક્ષિત લોકડાઉનના માધ્યમથી મહામારીને ફેલાતો રોકવાની રણનીતિ અપાનાવવામાં આવી રહી છે.

ઓકસફોર્ડ ઈકોનોમિકસે કહ્યુ કે આ યોગ્ય છે કે ગત વર્ષ સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જે દેશોએ લોકડાઉન નહોંતુ લગાવ્યું તેમનું પ્રદર્શન અંકુશ લગાવનારા દેશોની સરખામણીએ આર્થિક રૂપે સારૂ નહોતુ રહ્યું.

(10:13 am IST)