Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાથી બચવા સૂર્યનો તડકો ખાવા લાગો

સંશોધનકારો કહે છે કે સૂર્ય પ્રકાશમાં વધુ સમય રહેવાથી ત્વચા નાઇટ્રીક એકસાઇડને બહાર કાઢે છે તેનાથી વાયરસને આગળ વધવાની ક્ષમતા ઘટે છે

નવી દિલ્હી તા. ૧૦ : દેશના અનેક રાજયોમાં તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને કાબૂ કરવા માટે એકવાર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. હવે પરિસ્થિતિ એવી છે કે, અનેક રાજયોમાં નાઈટ કરફયૂ, વિકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વધુ સમય સુધી સૂર્યના તડકામાં રહેવાથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવવાથી કોવિડ ૧૯થી ઓછા મોત થઇ શકે છે.

બ્રિટિશ જનરલ ઓફ ડર્મેટોલોજિમાં પ્રકાશિત રિસર્ચમાં અમેરિકામાં જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૦ ની વચ્ચે થયેલા મોતની સાથે તે સમયમાં ૨૪૭૪ કાઉન્ટીમાં અલ્ટ્રાવાયોલેટ સ્તરની તુલના કરવામાં આવી હતી. ટીમે જાણ્યું કે, અલ્ટ્રાવાયોલેટ કિરણના ઉચ્ચ સ્તરવાળા વિસ્તારમાં રહેતા લોકોની વચ્ચે કોવિડ ૧૯ થી ઓછા મોત થયા છે.

શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડ અન ઈટલીમાં આ પ્રકારનું રિસર્ચ કરવામા આવ્યું છે. રિસર્ચ કરનારાઓએ ઉંમર, સમુદાય, સામાજિક આર્થિક સ્થિતિ, જનસંખ્યા, વાયુ પ્રદૂષણ, તાપમાન અને સ્થાનિક વિસ્તારમાં સંક્રમણના સ્તરને ધ્યાનમાં લેતા વાયરસથી સંક્રમિત થવા અને મોતાના ખતરાનું વિશ્લેષણ કર્યું. શોધકર્તાઓનું કહેવું છે કે, સૂર્યની રોશનીમાં વધુ સમય રહેવાથી ત્વચા નાઈટ્રીક ઓકસાઈડ બહાર કાઢે છે. તેનાથી વાયરસની આગળ વધવાની ક્ષમતા સંભવત ઘટી જાય છે.

(10:23 am IST)