Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમેરિકાના મીશીગનમાં કોરોના રસી અપાઈ હોવા છતા ૨૪૬ને સંક્રમણ અને ૩ના મોત

મીશીગનઃ. મીશીગનના આરોગ્ય વિભાગ અનુસાર, મીશીગનમાં કોરોનાના બન્ને ડોઝ અપાયેલા ૨૪૬ વ્યકિતઓ સંક્રમિત થયા છે. જેમાથી ૧૧ને હોસ્પીટલમાં દાખલ કરાયા છે અને તેમાથી ૩ના મોત થયા છે. રાજ્યમાં ૧૮ લાખ લોકોને રસી અપાઈ હોવાનું પ્રશાસને કહ્યુ છે.

આવા કેસનો આંકડો જો કે અત્યંત ઓછો છે તેમ છતાં જાહેર આરોગ્ય ખાતા દ્વારા બે નોટીસો સતત બહાર પાડવામાં આવી રહી છે કે રસી સંક્રમણ સામે કોઈ ગેરંટી નથી આપતી અને મહામારી દરમ્યાન રસી લીધેલ વ્યકિતઓએ પણ માસ્ક તથા અન્ય સુરક્ષા પ્રોટોકોલ પાળવા જરૂરી છે.

બ્યુમોન્ટના ઈન્ફેકશન પ્રીવેન્શનના મેડીકલ ડાયરેકટર ડોકટર નીક ગીલ્પીન અનુસાર રસીના બન્ને ડોઝ અપાયેલ ૯ દર્દીઓ હાલમાં બ્યુમોન્ટ હેલ્થ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. ડો. ગીલ્પીને કહ્યું કે બ્યુમોન્ટના રેકોર્ડ અનુસાર ૧,૫૬,૪૩૦ લોકોને રસી અપાઈ છે તેમાથી ૪૧ના રિપોર્ટ પછીથી પોઝીટીવ આવ્યા છે. આ આંકડો બહુ ઓછો ગણાય. આટલા કેસોથી પરેશાન થવાની જરૂર નહી કેમ કે ગમે તેવી સારામા સારી રસી હોય તો પણ જેમની રોગ પ્રતિકારક શકિત બહુ ઓછી હોય તો સંક્રમણ થઈ શકે છે.

(11:42 am IST)