Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

૭૩ વર્ષીય વૃદ્ઘા શોધી રહી છે જીવનસાથીઃ મેટ્રિમોનિયલ એડ થઇ વાયરલ

મહિલા ઉંમરના આ પડાવમાં પોતાને એકલી અનુભવી રહી છેઃ તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં કોઇ બચ્યું નથીઃ પતિ સાથે ઘણા સમય પહેલાં છુટાછેડા થઇ ગયા છે અને માતા-પિતાના મૃત્યુ બાદ તે એકલી થઇ ગઇ છે

મૈસૂર, તા.૧૦: કર્ણાટક ના મૈસૂરમાં રહેવાની એક મહિલાએ લગ્ન માટે જાહેરાત આપી છે. આમ તો જાહેરાત આપવી સામાન્ય વાત છે, પરંતુ આ કેસને જે ખાસ બનાવે છે તે છે મહિલાની ઉંમર. મૈટ્રિમોનિયલ એડ દ્રારા જીવનસાથીને શોધી રહેલી આ મહિલાની ઉંમર ૭૩ વર્ષની છે. સરકારી નોકરીમાંથી નિવૃત મહિલાના આ નિર્ણય અને આત્મવિશ્વાસની ચારેયતરફ ચર્ચા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે ઉંમરના આ પડાવમાં ફરીથી દ્યર વસાવવા વિશે વિચારવું ખાસ વાત છે.

જાહેરાતમાં મહિલાએ કહ્યું કે હું ૭૩ વર્ષીય નિવૃત ટીચર છું. મને એક સ્વસ્થ્ય બ્રાહ્મણ વ્યકિતની શોધ છે. જે મારા કરતાં મોટો હોય. મારી સાથે સમય વિતાવવા માટે એક સાથીની જરૂર છે.

સમાચારમાં પ્રકાશિત આ જાહેરાત સોશિયલ મીડિયા  પર પણ વાયરલ થઇ રહી છે. લોકો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા વ્યકત કરી રહ્યા છે. કેટલીક મહિલાઓએ શુભેચ્છાઓ પણ આપી, તો કેટલાકે છેતરપિંડીથી બચવાની સલાહ આપી.

મહિલા ઉંમરના આ પડવામાં પોતાને એકલી અનુભવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં કોઇ બચ્યું નથી. પતિ સાથે ઘણા સમય પહેલાં છુટાછેડા થઇ ગયા છે અને માતા-પિતાના મૃત્યું બાદ તે એકલી થઇ ગઇ છે. મહિલાના અનુસાર તેમને એકલા ડર લાગે છે, એટલા માટે તેમને જીવનસાથીની તલાશ શરૂ કરી દીધી છે. જેથી બાકીની જીંદગી કોઇની સાથે પોતાના અનુભવ શેર કરતાં પસાર કરી શકે.

મહિલાએ કહ્યું કે તેમનું લગ્નજીવન એકદમ દર્દ ભરેલું રહ્યું છે. લગ્નમાં મળેલા દુખ અને ત્યારબાદ છુટાછેડાની પીડાના લીધે તેમણે બીજા લગ્ન માટે વિચાર્યું નહી પરંતુ ઉંમરના અંતિમ પડાવામાં તેમને એક હમસફરની જરૂર અનુભવાય છે. જેની સાથે તે પોતાના સુખ, દુખ શેર કરી શકે. જેની સાથે તે પોતાની એકલતા દૂર કરવા માટે વાતચીત કરી શકે.

મહિલાએ આ સાહસિક પગલાંને યુવાનો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે ૭૩ વર્ષની ઉંમરમાં લગ્નની ઇચ્છા જાહેર કરતાં મહિલાએ સમાજની સાંસ્કૃતિક રૂઢીઓને તોડવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી તરફ એકિટવિસ્ટ રૂપા હસનનું કહેવું છે કે મહિલાને એકદમ સાવધાની સાથે આગળ વધવું જોઇએ. કારણ કે ક્રાઇમ તેમની ભાવનાઓ સાથે રમીને તેમને નુકસાન પહોંચાડી શકે છે.

(4:10 pm IST)